GSTV

PM Cares for Children Scheme : કોરોનામા માતા-પિતા ગુમાવનાર બાળકોને સરકાર આપશે માસિક 4 હજારનું સ્ટાઈપેન્ડ, જાણો શું રહેશે યોજના?

Last Updated on September 15, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકાર હાલ કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોના માસિક સ્ટાઇપેન્ડને 2 હજાર રૂપિયાથી વધારીને 4 હજાર રૂપિયા કરવાની યોજના બનાવી રહી છે. એક અહેવાલ મુજબ અધિકારી સાથે વાતચીત દરમિયાન દરમિયાન એ જાણવા મળ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માસિક સ્ટાઇપેન્ડ 2 હજારથી વધારીને 4 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ, તેની હજુ અધિકૃત રીતે જાહેરાત કરવામાં આવી નથી.

સરકારે આ સહાય યોજના અંગે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, કોરોનાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને પીએમ-કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે.મંત્રાલયના આ આંકડા મુજબ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,250 જેટલી અરજીઓ મળી આવી છે, જેમાંથી 667 જેટલી અરજીઓ જે-તે જિલ્લા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

કોરોના

29 મે ના કરી હતી ઘોષણા :

કોરોનાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને સરકાર 18 વર્ષની ઉંમર સુધી માસિક સ્ટાઇપેન્ડ ચુકવશે. આ યોજના અંતર્ગત જ્યારે બાળકો 23 વર્ષના હશે ત્યારે પીએમ કેર્સ ફંડમાંથી તેમને 10 લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર થશે. આ બાળકોને કેન્દ્ર સરકાર મફત શિક્ષણ આપશે. આ યોજના અંતર્ગત બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે લોનની સુવિધા પણ પુરી પાડવામા આવશે, જેનું વ્યાજ પીએમ કેર્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે.

આ બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ વીમાના પ્રીમિયમની રકમ પીએમ કેર્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે. દસ વર્ષથી ઓછી વયના બાળકોને નજીકની કેન્દ્રીય શાળા અથવા ખાનગી શાળામાં દાખલ કરવામાં આવશે. 11થી 18 વર્ષની વયના બાળકોને સૈનિક સ્કૂલ અને નવોદય વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ રહેણાંક શાળામાં પ્રવેશ મળશે.

કોરોના

જો બાળક તેના વાલી અથવા પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે રહે છે તો તેને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા ખાનગી શાળામાં પણ પ્રવેશ આપવામાં આવશે. જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તેની શાળાની ફી પીએમ કેર્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે અને તેની શાળાના ગણવેશ, પુસ્તકનો ખર્ચ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!