GSTV
Home » News » સંસદનું શિયાળુ સત્ર તોફાની બનવાના એંધાણ, સરકાર 35 બિલ કરાવશે પાસ

સંસદનું શિયાળુ સત્ર તોફાની બનવાના એંધાણ, સરકાર 35 બિલ કરાવશે પાસ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સંસદનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. 13 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર 35 બિલ લાવવાની છે પરંતુ સૌ કોઇની નજર નાગરિકતા સંશોધન બિલ પર છે. કેમકે વિપક્ષો આ બિલમાં સંશોધન નો ભારે વિરોધ કરી રહ્યાં છે પરંતુ મોદી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શિયાળુ સત્રમાં તેમનું લક્ષ્ય આ બિલને પાસ કરાવવાનું છે. આ ઉપરાંત અન્ય મહત્વના બિલ પણ સંસદમાં રજૂ થશે.

18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે પરંતુ સૌ કોઇની નજર નાગરિકતા સંશોધન બિલ પર છે. કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સત્રમાં 35 બિલ રજૂ કરવામાં આવશે પરંતુ નાગરિકતા સંશોધન બિલ મુદ્દે ફરી એક વખત શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ મચી શકે છે. આ ઉપરાંત વિપક્ષોએ આર્થિક મંદી, બેરોજગારી, મોંઘવારી, કાશ્મીર, ખેડૂતો તેમજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી છે.

સંસદમાં જે મહત્વના બિલ રજૂ થવાના છે તેમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા સંબંધિત બિલ, ઇ-સિગરેટ પ્રતિબંધના વટહુકમ પર બિલ, કિશોર ન્યાય (સંભાળ અને સુરક્ષા) સંશોધન બિલ, અંગત ડેટા સુરક્ષા બિલ, વરિષ્ઠ નાગરિક ભરણપોષણ અને કલ્યાણ બિલ, રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી બિલ તેમજ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે ગત ઓગસ્ટમાં મોનસુન સત્ર દરમ્યાન સરકારે ખાસ બિલ લાવી જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. મોન્સુન સત્રમાં કુલ 30 બિલ પસાર થયા હતા કે જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ વખતના શિયાળુ સત્રમાં પણ સંસદની કાર્યવાહી ખુબ ઝડપથી ચાલશે અને મોન્સુન સત્રના બિલનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચાલે તે માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક યોજી હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. બેઠકમાં શિયાળુ સત્ર દરમિયાન ગૃહ શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરાયો હતો. બીજી તરફ પીએમ મોદીએ પણ આશા વ્યક્ત કરી કે સંસદના શિયાળુ સત્રમાં સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ તથા વિકાસના મુદ્દે ચર્ચા થશે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને સાંસદો સાથે વિચાર-વિમર્શ કર્યો. આમ સરકારે ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે વિપક્ષોને અપીલ તો કરી છે પરંતુ વિપક્ષોનું આક્રમક વલણ જોતા શિયાળુ સત્ર તોફાની બની રહે તેવા એંધાણ છે.

READ ALSO

Related posts

નિર્ભયા : નરાધમો પાસે માત્ર 3 જ દિવસ, હજુ આ લાઈફ લાઈનો ટાળી શકે છે મોત

Karan

કસ્તૂરીની કિંમતોમાં થયો 40% સુધી ઘટાડો, મુંબઈમાં સડી રહી છે 7 હજાર ટન વિદેશી ડુંગળી

Mansi Patel

પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવું કુણાલ કામરાને ભારે પડ્યું, ફ્લાઇટ બૅન બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!