GSTV
Home » News » રામ મંદિર માટે સરકાર થઈ સક્રિય : આ સપ્તાહમાં મોદી સરકાર લેશે નિર્ણય, આ વ્યક્તિઓનો ટ્રસ્ટમાં થશે સમાવેશ

રામ મંદિર માટે સરકાર થઈ સક્રિય : આ સપ્તાહમાં મોદી સરકાર લેશે નિર્ણય, આ વ્યક્તિઓનો ટ્રસ્ટમાં થશે સમાવેશ

રામ મંદિર નિર્માણ માટે સરકાર સક્રિય થઈ છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવશે. આ બિલમાં ટ્રસ્ટના સ્વરૂપ લાવશે. આ બિલમાં ટ્રસ્ટનું સ્વરૂપ. સભ્યોની સંખ્યા અને નાણાકીય ફંડનો ઉલ્લેખ રહેશે. ટ્રસ્ટના નિર્માણ માટે ગૃહ મંત્રાલય સોમનાથ મંદિર ટ્રસ્ટનો અભ્યાસ કરવા ઉપરાંત કાયદાના નિષ્ણાતો સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

સૂત્રોની જાણકારી મુજબ સરકારની યોજના સત્રની પહેલા અથવા બીજા દિવસે જ ટ્રસ્ટ નિર્માણ માટે બિલ રજૂ કરવાની છે. ટ્રસ્ટ છ સભ્યોવાળા સોમનાથ મંદિર નિર્માણ ટ્રસ્ટની જેમ જ હશે. પરંતુ આમાં સભ્યોની સંખ્યા વધારે હોઈ શકે છે. સૂત્રોની માહિતી મુજબ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ. ચારે શંકરાચાર્યમાંથી એક. વિશ્વ હિંદુ પરિષદમાંથી એક. નિર્મોહી અખાડામાંથી એક-એક પ્રતિનિધિને શામિલ કરવા પર સહમિત બની છે. ટ્રસ્ટમાં ગૃહપ્રધાન અમિત શાહ હશે કે નહીં તે સ્થિતિ સ્પષ્ટ નથી. રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી હવે મોટો સવાલ એ છે કે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ કેવી રીતે બનશે? આ ટ્રસ્ટમાં કયા સભ્યો હશે. રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ક્યાંથી આવશે? સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે આગામી ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે હવે આગામી ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનું રહેશે. ટ્રસ્ટ બનાવવા માટે સૌથી પહેલા ટ્રસ્ટના સભ્યોના નામ નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર નક્કી થશે અને સભ્યોની જવાબદારી પણ નક્કી કરાશે.

ગુજરાતના સોમનાથ મંદિર જેવા ટ્રસ્ટની સંભાવના

સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના સોમનાથ મંદિર ટ્રસ્ટની જેમ ટ્રસ્ટ બનાવવામાં આવે તેવી શક્યતા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં 6 સભ્યો છે. જોકે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનનારા ટ્રસ્ટમાં 6થી વધુ સભ્યોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ ટ્રસ્ટમાં સરકારી અિધકારીને પણ સૃથાન આપવામાં આવી શકે છે. વડાપ્રધાન કચેરીમાંથી એક અિધકારી અને રાજ્ય સરકારમાંથી એક અિધકારીની ટ્રસ્ટમાં નિમણૂક  થઈ શકે છે. આ ઉપરાંત સુપ્રીમના નિર્દેશ મુજબ નિર્મોહી અખાડાના એક સભ્યને સૃથાન અપાશે. ઉપરાંત મંદિરના મુખ્ય પૂજારીનો પણ ટ્રસ્ટમાં સમાવેશ થઈ શકે છે.

અનેક સંગઠનો ભજવશે મહત્વની ભૂમિકા

વધુમાં રામ મંદિર ચળવળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રામ જન્મભૂમિ ન્યાસ  સહિત અનેક સંગઠનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આથી આ સંગઠનોને પણ ટ્રસ્ટમાં સૃથાન આપવામાં આવે તેવી સંભાવના છે. જોકે, ટ્રસ્ટમાં કોનો સમાવેશ કરાશે તે અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કચેરી દ્વારા જ લેવાશે.સૂત્રોનું કહેવું છે કે ટ્રસ્ટની રચના અને તેની નોંધણીની જવાબદારી  સંસ્કૃતિ મંત્રાલયને સોંપાઈ શકે છે. ટ્રસ્ટની નોંધણી દિલ્હી આૃથવા લખનઉમાં થઈ શકે છે. સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખમાં જ ટ્રસ્ટ, રામ મંદિર નિર્માણ કાર્ય આગળ વધશે તેમ મનાય છે.

સરકાર પાસેથી એક પણ રૂપિયો નહીં લેવામાં આવે

રામ મંદિરના નિર્માણ માટે ભંડોળના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે આ માટે સરકાર પાસેથી એક પણ રૂપિયાનું ભંડોળ લેવામાં નહીં આવે. મંદિરનું નિર્માણ હિન્દુ સમાજ દ્વારા દાનમાં અપાયેલા રૂપિયાથી જ કરાશે.મંદિર નિર્માણ માટે વિહિપે હિન્દુ સમાજ પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળ વિહિપ મંદિર માટે રચાનારા ટ્રસ્ટને આપશે. જોકે, આ ભંડોળ કેટલું છે તેનો વિહિપે ખુલાસો કર્યો નથી. સૂત્રો મુજબ રૂ. 500 કરોડનું બજેટ રાજ્ય સરકારનું અયોધ્યા પુન:નિર્માણ માટેનું છે. એવામાં મંદિર નિર્માણ માટે ઓછામાં ઓછા રૂ. 100 કરોડનું બજેટ બની શકે છે.

પુન: નિર્માણ કરવામાં આવશે

સૂત્રોનું કહેવું છે કે રામ મંદિર નિર્માણ માટે માત્ર 67 એકર અધિગ્રહિત જમીન પર જ નિર્માણ કાર્ય નહીં થાય, પરંતુ સંપૂર્ણ અયોધ્યા નગરીનું પુન:નિર્માણ અને પુનર્વિકાસ કરાશે. તેના માટે 100 આૃથવા તેનાથી વધુ વર્ષ જૂના મંદિરો સિવાય બાકીની સંપત્તિઓનું પુન:નિર્માણ થશે અને માર્ગોને પહોળા બનાવવાશે. અયોધ્યામાં હનુમાનગઢીને કેન્દ્ર માનીને 12 કિ.મી.ના દાયરામાં અયોધ્યાનું પુન:નિર્માણ કરવાની સરકારની યોજના છે. આ યોજના મુજબ અયોધ્યામાં મંદિર અને મુખ્ય તીર્થ સ્થળોના 8 કિ.મી. દાયરામાં કોઈપણ ધર્મશાળા આૃથવા હોટેલ બનાવવાની મંજૂરી નહીં અપાય. આ રીતે અયોધ્યાના મૂળ સ્વરૂપને બચાવાશે.

Related posts

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!