GSTV

સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકાર ફાસ્ટ ફૂડને લઇને નવા નિયમો જાહેર કરશે

Last Updated on November 18, 2019 by

સ્કુલ કોલેજ કે કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ પાન મસાલા તંબાકુની પ્રોડકટ નહીં વેચી શકાય તેવો આપણે ત્યાં ઘણા વર્ષોથી નિયમ છે. પણ આ નિયમનું કેટલું સચોટ પાલન થાય છે તે તો આપણે સૌ કોઇ જાણીએ છીએ. ત્યારે હવે કેન્દ્ર સરકાર નવો નિયમ લાવવા માંગે છે. આ નિયમ છે ફાસ્ટ ફૂડને લઇને શું હશે આ નવો નિયમ જોઇએ આ અહેવાલમાં.

  • શાળાની ૫૦ મીટરની ત્રિજયામાં નહીં વેચી શકાય ફાસ્ટફૂડ
  • કેન્દ્ર સરકાર લાવશે નવા નિયમ
  • ફાસ્ટ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડયા જાહેર કરશે નિયમો

કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં ફાસ્ટ ફૂડ અંગે નિયમો જાહેર કરશે. જેમાં શાળાની 50 મીટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડ નહીં વેચી શકાય તેવો નિયમ કેન્દ્ર સરકાર લાવવા જઇ રહી છે. અત્યારે દેશમાં ડાયબીટીસનું પ્રમાણ વધ્યું છે. ફાસ્ટ ફૂડમાં વધારા પડતા સુગર, સોલ્ટ અને ફેટ આવતા હોવાથી બાળકોને વિવિધ રોગ થતા હોવાના તારણો બહાર આવ્યા છે. જેમાં ફાસ્ટ ફૂડથી થતા નુકસાનની વાત કરીએ તો,

ફાસ્ટફૂડથી થતા નુકસાન

  • મેદિસ્વતા
  • ડાયાબિટીસ
  • કોલેસ્ટોરેલનું પ્રમાણ વધવું
  • શ્વાસ સંબંધિત રોગ થવા
  • પાચન સંબંધિત રોગ થવા
  • હૃદય સંબંધિત રોગ થવા

આ યાદી ઘણી લાંબી છે. જેથી ભારતનું ભવિષ્ય આ રોગના ભરડામાં ન આવે તે માટે કેન્દ્ર સરકાર આ નિયમ લાવવા જઇ રહી છે. જેથી સ્વસ્થ ભારતના નિર્માણ થઇ શકે. પરંતુ અહીં સવાલ છેકે શું આ કાયદાનું કડકાઇથી પાલન થશે. કેમકે શાળા કોલેજિસ તેમજ શૈક્ષણિક સંસ્થાનો આસપાસ તમાકુની પ્રોડકટ પર પણ પ્રતિબંધ છે. આમ છતા આ નિયમોને નેવે મૂકાતા હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળે છે. ત્યારે ફાસ્ટ ફૂડના આ નિયમને કેટલો ચોક્કસપણે પળાશે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!