GSTV
Home » News » ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

કેન્દ્ર સરકાર હવે આધારકાર્ડ અને ચૂંટણી માટેના મતદાતા ઓળખ કાર્ડ બન્નેને લિંક કરવાની તૈયારી કરી રહી છે. હાલ દેશમાં સીએએ કાયદાને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ બન્નેને લિંક કરવા માટે પણ સરકાર કાયદો લાવી રહી છે. હાલ કાયદા મંત્રાલય દ્વારા આ માટે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે. જેને ટૂંક સમયમાં કેબિનેટ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી આ અંગે અંતિમ નિર્ણય લેશે. સમાચાર અહેવાલોમાં જણાવ્યા મૂજબ કાયદા મંત્રાલય રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951માં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે. આ પહેલા ચૂંટણી પંચ દ્વારા પણ આવો જ એક પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો જેમાં એવી વ્યવસૃથા કરવાનું કહેવામાં આવ્યું હતું કે જેથી વોટર આઇડીકાર્ડ દ્વારા જ મતદાતાની મોટા ભાગની જાણકારી મળી શકે, જેના પર સરકાર આગળ વધુ પગલા લઇ શકે છે.

જોકે હાલ કાયદા મંત્રાલય આ સાથે જોડાયેલા દરેક મુદ્દાને તપાસી રહ્યું છે. આધારને વોટરઆઇડી કાર્ડ સાથે લિંક ન કરવાની પણ માગ ઉઠી રહી છે અને એવા દાવા થઇ રહ્યા છે કે જો આમ કરવામાં આવ્યું તો આધારની બધી માહિતી લીક થઇ શકે છે.

તેથી હવે કાયદા મંત્રાલય આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ બન્નેને લિંક કરતી વેળાએ કોઇ માહિતી લીક ન થઇ જાય તે માટેના ઉપાયો ઉપર પણ કામ કરી રહ્યું છે, આ બન્ને કાર્ડને લિંક કરવા માટે જે નવો કાયદો ઘડવામાં આવશે તે માટેનું બિલ બજેટ સત્રમાં રજુ કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ખુદ મોદીના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!