GSTV
Home » News » ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં 75 હજાર વિદ્યાર્થીઓને હાજર રાખવા સરકારી તંત્ર દ્વારા ફરમાન જાહેર

‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં 75 હજાર વિદ્યાર્થીઓને હાજર રાખવા સરકારી તંત્ર દ્વારા ફરમાન જાહેર

24-25 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે, ત્યારે તેઓ આ દરમિયાન અમદાવાદની મુલાકાતે પણ આવવાના છે જે અંતર્ગત ટ્રમ્પ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં 75 હજાર વિદ્યાર્થીઓને હાજર રાખવા સરકારી તંત્ર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સિટી અને અમદાવાદ રૂરલના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

પ્રાપ્ત વિગતો અનુસાર,અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેરના મોટેરા સ્ટેડીયમ ખાતે આયોજીત થનારા કેમ છો ટ્રમ્પ? કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય એમ બે સ્થળોએથી 25-25 હજાર વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રહેવા વિવિધ શાળાઓના સંચાલકોનો સંપર્ક શરૂ કરી દેવાયો છે.

ચોકકસ કયા ધોરણના વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટે આમંત્રણ આપવું એ ગાઈડલાઈન પણ આપી દેવામાં આવી છે.બીજી તરફ અમદાવાદ શહેરની જુદી-જુદી કોલેજોમાં અભ્યાસ કરતા 25 હજાર વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં હાજર રાખવા યુનિવર્સિટી સત્તાવાળાઓને નિર્દેશ કરાયો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને હાડમારી ન પડે એ કારણોસર દુર રખાશે એમ જાણવા મળ્યુ છે. મોટેરા સ્ટેડીયમ ખાતે એક લાખ લોકોને હાજર રાખવા તંત્રે કમર કસી છે.

આ પરિસ્થિતિમાં અમદાવાદમાં આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના જિલ્લા કલેકટરની અધ્યક્ષતા અને સીધી દેખરેખ નીચે આ તમામ વિદ્યાર્થીઓ સમયસર કાર્યક્રમના સ્થળે પહોંચે અને કાર્યક્રમ પુરો થયા બાદ કોઈ પણ હાડમારી વિના તમામને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની કામગીરી કરાશે.

Read Also

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ટ્રમ્પની ‘વાણી’ એ ભાજપના નેતાઓને ‘પાણી પાણી’ કરી નાખ્યા, 70 લાખ લાવવા ક્યાંથી ?

Mayur

20 વર્ષમાં તૈયાર થઈ દુનિયાની સૌથી લાંબી રેલ્વે સુરંગ, અદ્ભત કારીગીરીનો છે આ બેજોડ નમૂનો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!