CNG અને PNGના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે રાહત ભરી ખબર મળી રહી છે. સરકારના એક નિર્ણયથી CNGના વપરાશકર્તાઓનો ખિસ્સા પરનો ભાર ઘટ્યો છે. મોંઘવારીના માર વચ્ચે સીએનજી વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને પગલે બનાસકાંઠામાં સીએનજી વાહન ચાલકોમાં ખુશી છવાઇ હતી. 15 મી ઓગસ્ટે સરકારે સીએનજી વાહનચાલકોને ભેટ આપી હતી. IRM સીએનજી રૂપિયા 89.95 ની જગ્યાએ 83.95 રૂપિયામાં મળશે.

CNG માં એક વર્ષમાં 30 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો
અમદાવાદમાં સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષા ચાલકો ભુખ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ત્યારે સરકારે સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !
જણાવી દઈએ કે દિલ્હી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે છેલ્લા વખત દિલ્હીમાં સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં 75.61 રૂપિયે કિલોગ્રામ ગેસની કિંમત પહોંચી ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો સીએનજીના ભાવ સરેરાશ 85ની આસપાસ લેવાઈ રહ્યા છે.

કઇ તારીખે ગેસમાં કેટલો ભાવ વધ્યો ?
તારીખ | ભાવ વધારો | નવો ભાવ |
૧૭-૨-૨૧ | ૦.૯૫ | ૫૪.૬૨ |
૮-૭-૨૧ | ૦.૬૮ | ૫૫.૩૦ |
૬-૮-૨૧ | ૧.૦૦ | ૫૬.૩૦ |
૨-૧૦-૨૧ | ૨.૫૬ | ૫૮.૫૬ |
૬-૧૦-૨૧ | ૧.૩૦ | ૫૯.૮૬ |
૧૦-૧૦-૨૧ | ૧.૬૩ | ૬૧.૪૯ |
૧૮-૧૦-૨૧ | ૧.૫૦ | ૬૨.૯૯ |
૨-૧૧-૨૧ | ૨.૦૦ | ૬૪.૯૯ |
૫-૧૨-૨૧ | ૦.૭૫ | ૬૫.૭૪ |
૧૯-૧૨-૨૧ | ૧.૮૫ | ૬૭.૫૯ |
૧-૧-૨૨ | ૨.૫૦ | ૭૦.૦૯ |
૧-૩-૨૨ | ૧.૦૦ | ૭૧.૦૯ |
૧૦-૩-૨૨ | ૨.૦૦ | ૭૩.૦૯ |
૨૪-૩-૨૨ | ૧.૫૦ | ૭૪.૫૯ |
૧-૪-૨૨ | ૭.૦૦ | ૮૧.૫૯ |
૧૬-૪-૨૨ | ૧.૦૦ | ૮૨.૫૯ |
૩-૭-૨૨ | ૧.૩૧ | ૮૩.૯૦ |
૨-૮-૨૨ | ૧.૯૯ | ૮૫.૮૯ |
૪-૮-૨૨ | ૧.૯૯ | ૮૫.૮૯ |
૪-૮-૨૨ | ૧.૪૯ | ૮૭.૩૮ |
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી