GSTV

રાજ્યપાલની મંજૂરી બાદ ગુજરાત સરકાર આટલા કેદીઓને કરશે જેલમુક્ત

Last Updated on October 1, 2019 by

ગુજરાતના રાજ્યપાલની મંજૂરી બાદ વધુ 158 કેદીઓને જેલ મુકત કરાશે. રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓને સજા મુક્ત કરાશે. કુલ 387 કેદીઓને ત્રણ તબક્કામાં સજા માફીનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. ૫૫ વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલી જેલ સજાના પ૦ ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી એક મહિલા કેદી, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલી જેલ સજાના પ૦ ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા પાંચ પુરૂષ કેદીઓ માફી આપવામાં આવશે.

અન્ય કેદીઓમાં જેમણે ખરેખર જાહેર થયેલી સજાના 66 ટકા એટલે કે બે તૃત્યાંશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા ૩૮૧ કેદીઓને રાજ્ય સરકારે માફી આપી છે. ભારત સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપેલા દિશા નિર્દેશાનુસાર નિયત કરેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી અપાય છે.

READ ALSO

Related posts

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

સ્પષ્ટતા / TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક, સરકારનો લેખિતમાં જવાબ

Dhruv Brahmbhatt

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!