GSTV
Home » News » રૂપાણી સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પેટે ખર્ચા આટલા કરોડ રૂપિયા, વિધાનસભામાં થયો ખુલાસો

રૂપાણી સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પેટે ખર્ચા આટલા કરોડ રૂપિયા, વિધાનસભામાં થયો ખુલાસો

વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીનાપ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 12 કરોડ 66 લાખનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન કર્યો હતો કે 31મે 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ કેટલો ખર્ચ કર્યો?

જેના લેખિત ઉત્તરમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્લેન માટે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 2 કરોડ 39 લાખ 23 હજાર 772નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 1 જુન 2018થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 53 લાખ 24 હજાર 472નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે હેલિકોપ્ટર માટે સરકારે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 3 કરોડ 43 લાખ 27 હજાર 300 જ્યારે 1 જુન 2018 થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 30 લાખ 30 હજાર 100નો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ આંકડામાં પ્લેન કરતા હેલિકોપ્ટરના મેન્ટેન્સ પાછળ વધુ ખર્ચ થયો હોવાની હકીકત બહાર આવી છે. છેલ્લા બે વર્ષમાં પ્લેન માટે 5 કરોડ 92 લાખ 48 હજાર 244 અને હેલિકોપ્ટર માટે 6 કરોડ 73 લાખ 57 હજાર 400 મળી કુલ 12 કરોડ 66 લાખ 5 હજાર 644 નો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

‘તારક મહેતા…’માં બે વર્ષ બાદ થશે દયાબેનની એન્ટ્રી, જેઠાલાલે આપી આ હિન્ટ

Bansari

પાટણ : વગર ડિગ્રીએ મુન્નાભાઈ બની બેઠેલા પિતા-પુત્રનો ઘરના જ સભ્યએ વધુ એક ભાંડો ફોડી નાખ્યો

Arohi

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!