GSTV

ચણાં અને રાયડાની ખરીદી કરી સરકાર પૈસા ચૂકવવાનું ભૂલી : 523 કરોડ રૂપિયા ટલ્લે ચડ્યા

Last Updated on June 16, 2018 by Karan

ચણાં અને રાયડાની ખરીદીના પેમેન્ટ પેટે સરકારે નથી ચુકવ્યા ૫૨૩ કરોડ -ચોમાસુ માથે હોવા છતાં ખેડૂતોને બે મહિનાથી નથી મળ્યા નાણાં -ગુજરાત સરકારે રિવોલ્વીંગ ફંડ આપ્યું નહીં હોવાથી અને દિલ્હીથી નાણાં ઝડપભેર છૂટા થતા નહીં હોવાને કારણ બહાર અાવ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાને નામે રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ ચણાં અને રાયડાની ખરીદીના બે મહિના પછી પણ ખેડૂતોને તેની જણસીના પૈસા આજ સુધી મળ્યા નથી.

ગુજરાત સરકારે આ બે જણસીની ખરીદી માટે નાફેડને રીવોલ્વીંગ ફંડ પેટે ફદીયુંય નહીં આપતા ચણાની ખરીદી પેટે રૂ. ૬૩ કરોડ અને રાયડાની ખરીદીના રૂ. ૧૬૦ કરોડ મળી કુલ ૫૨૩ કરોડ જેવી માતબર રકમ આજ સુધી ચુકવાઈ નહીં હોવાનું જાણવા મળે છે. ખેડૂતો પાસેથી મગફળી, ચણા, રાયડા અને તુવેરની ખરીદી આ વર્ષે પોષણક્ષમ ભાવે કરવામાં આવી છે જેમાં ચણાંના ખરીદી કેન્દ્રો બારદાનના અભાવે બંધ થઈ રહ્યા છે જેની રાજ્ય સરકારને ચિંતા નથી. ગોંડલના બે પૈકીનું એક કેન્દ્ર કાલાવડનું કેન્દ્ર ચણાંની ખરીદી માટે ચાલુ જ થયું નથી.

રૂ. ૪૪૦૦ના ક્વિન્ટલના ભાવે ૯૧,૦૦૦ ટનનો ખરીદીનો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તે પૈકી ૮૩,૬૦૦ ટનની ખરીદી આજ સુધીમાં થઈ ગઈ છે. ૨૬ જૂનની મુદત વધારીને ૨૫ જૂલાઈ સુધી કરી દેવામાં આવી છે. લક્ષ્યાંક પણ ૨ લાખ ટનનો કરવામાં આવ્યો છે પરંતુ બારદાનની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી શકતી નથી.

પેમેન્ટ પેટે રૂ. ૧૬૦ કરોડ બે મહિનાથી ચુકવવાના બાકી

રાયડાની ખરીદીમાં પણ ૯૦ હજાર ટનના લક્ષ્યાંક સામે આજ સુધીમાં ૪૦ હજાર ટનની ખરીદી કર્યા બાદ મોટાભાગના કેન્દ્રોમાં રાયડાની આવક ઘટતી જાય છે. રૃા. ૪ હજારના ક્વિન્ટલનાં ભાવે રાયડાની જે ખરીદી કરવામાં આવી છે તેના પેમેન્ટ પેટે રૃા. ૧૬૦ કરોડ બે મહિનાથી ચુકવવાના બાકી છે. આ સ્થિતિમાં ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેડૂત પાસે પૈસા નહીં હોવાથી સખત નાણાંભીડ અનુભવી રહ્યો છે. તેથી સત્વરે નાણાં ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!