GSTV

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ભારે વિવાદ થયા બાદ અંતે સરકારે પારોઠના પગલાં ભર્યા છે. પરિક્ષા મુદ્દે ગુજરાતની સરકાર દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ધોરણ 12 પાસ યુવાનોમાં હરખ છવાયા છે. નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ધોરણ 12 અને ગ્રેજ્યુએટ તમામ યુવાનો પરિક્ષા આપી શકશે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યભરમાં વિરોધ શરૂ થતાં સરકારે ઝૂકવું પડ્યું છે. હવે રદ થયેલી પરીક્ષાની નવી તારીખ સરકારે જાહેર કરી છે. રૂપાણી સરકારના આ નિર્ણયનો ભાજપમાં જ વિરોધ શરૂ થવાની સાથે 10 લાખ પરિવારો સાથે જોડાયેલો આ નિર્ણય હોવાથી સંવેદનશીલ સરકારને નામે સરકારે આ અગાઉ જાહેર કરેલો નિર્ણય પણ રદ કરી દીધો છે. પેટા ચૂંટણી સમયે જ રાજ્યભરમાં વિરોધ શરૂ થતાં સરકારે પીછેહઠ કરી લીધી છે. જેમાં સૌથી મોટો ફાયદો ઉમેદવારોને થયો છે.

સરકારે લીધો યુ ટર્ન

રાજ્ય સરકારે બિન સચિવાલયની પરીક્ષામાં લાયકાત ધોરણ 12 બદલે ગ્રેજ્યુએશન કરી હતી અને પરીક્ષા રદ કરતા સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ બન્યા હતા.જેને લઈને જીએસટીવીએ વિદ્યાર્થીઓની વ્યથા, તેમની સ્થિતિ સહિતનો અહેવાલ રજૂ કર્યો હતો અને આખરે આજે રાજ્ય સરકારે પરીક્ષા લાયકાત મામલે યુ-ટર્ન લેવાનો વારો આવ્યો છે. સરકારે બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ધોરણ 12 પાસની શૈક્ષેણિક લાયકાત યથાવત રાખી છે. જો  કે 12 પાસની લાયકાતનો નિર્ણય માત્ર વર્તમાન પરીક્ષા પૂરતો જ સિમિત રહેશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. 17 નવેમ્બરે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ આજથી જ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. તેમજ કોઈપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા 3,771 બેઠક માટે 3,171 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. નીતિન પટેલે રૂપાણી સરકારને સંવેદનશીલ ગણાવી, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે તેવી જાહેરાત કરી છે.

બિનસચિવાલય ક્લાર્કની રદ્દ કરાયેલી પરીક્ષા અંગે રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. આજે સીએમ નિવાસે આ અંગે બેઠક યોજાઇ હતી. જેમાં જીએડી અને ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જે પછી મીટીંગમાં સત્તાવાર નક્કી કરવામાં આવ્યું હતું કે, હવે 12 પાસ અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે. આ માટે ગુજરાત સરકાર દ્રારા આગામી તારીખ 17-11-2019ના પરિક્ષા લેવામાં આવશે. જે 12 પાસ વિદ્યાર્થીઓ છેલ્લી વખત આપશે તેવું નીતિન પટેલ દ્રારા પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.

 • 3,171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
 • 12 પાસ ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે
 • 17 નવેમ્બર નવી તારીખ જાહેર થઈ
 • 3,7171 જગ્યા માટે સરકારે જાહેરાત બહાર પાડી
 • નીતિનભાઈએ કરી પ્રેસ કોન્ફરન્સ
 • લોકોની રજૂઆતોને ધ્યાને રાખી સરકારે લીધો નિર્ણય
 • રાજ્યભરમાં વિરોધ શરૂ થતાં સરકાર પલટી
 • એજ હોલટિકિટ પર પરીક્ષા આપી શકાશે
 • પરીક્ષા કેન્દ્રો પણ ઉમેદવારોના એ જ રહેશે
 • માત્ર વર્તમાન બિન સચિવાલય પરીક્ષા પૂરતો જ ધોરણ 12 પાસની લાયકાતનો નિર્ણય
 • કોઇ પણ ઉમેદવારનું પરીક્ષાકેન્દ્ર નહીં બદલાય

નીતિનભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, દીકરા અને દીકરી કારકીર્દીનું ઘડતર કરે એ દરેક મા-બાપની ઇચ્છા હોય છે. સરકારે બેરોજગારો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. અમે ભરતી ચાલુ કરી છે. ગૌણ સેવા અને પંચાયત સેવા મંડળ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે. તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળને એક કામગીરી સોપાઈ હતી. જેમાં બિન સચિવાલયમાં 3,771 કલાર્કની પોસ્ટની ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં લોકસભાને કારણે આ ભરતી મોડી પડી હતી. સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધીત્વ પ્રાપ્ત થાય માટે 10 ટકાનો આર્થિક અનામતનો લાભ અમે અમલમાં મૂકી છે. કેન્દ્રના કાયદા બાદ ગુજરાત સૌથી પહેલાં દેશમાં અમલ કરનારું રાજ્ય છે. અમે દરેક ભરતી પ્રક્રિયામાં આ અનામતનો લાભ આપીએ છીએ.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3771 જગ્યાઓ ભરવા માટે 20-10-2019ના રોજ પરીક્ષા જાહેર કરાઈ હતી. જે રદ કરી દેવામાં આવી હતી પરિણામે સરકારે વિદ્યાર્થીઓના રોષનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો. ઉપરથી કોલેજના વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈ અને એબીવીપીની યુવા પાંખો પણ મેદાનમાં ઉતરતા સરકાર માટે આ બેલ મુજે માર જેવી સ્થિતિનું સર્જન થયું હતું.

neet exam 2019

નીતિન ભાઈ પટેલે પોતાની સરકારની કામગીરીના વખાણ કરતાં કહ્યું હતું કે, અમારી સંવેદનશીલ સરકારે લોકોની લાગણી અને માગણીને ધ્યાને રાખી આ નિર્ણય રદ કરી દેવાયો છે.

board exam

પહેલા 20 ઓક્ટોબરે લેવાની હતી પરિક્ષા

ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરના રોજ લેવામાં આવનારી બિન સચિવાલયની પરિક્ષા રદ્દ કરી નાખવામાં આવી હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ઉપરથી નિરાશ વિદ્યાર્થીઓ માથે પડ્યા પર પાટુ ત્યારે પડ્યું જ્યારે બીજા દિવસે સરકારે ધોરણ 12નાં વિદ્યાર્થીઓની લાયકાતને રદ્દ કરી સ્નાતક સ્તરે પરિક્ષા લેવાનું નક્કી કર્યું હતું. પરિણામે ગુજરાતભરના ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો. જેના કારણે સરકારે મીટીંગ કરવી પડી હતી.

ચૂંટણીના કારણે લેવાયો નિર્ણય

મહત્વનું છે કે ગુજરાતની પેટા ચૂંટણી માથે છે એવા સમયે ભાજપની સરકાર કોઈ મોટું રિસ્ક ઉઠાવવા નથી માગતી. ગુજરાતમાં મોટાભાગના યુવાનો છે. જેમના પર ચૂંટણી જીતવા કોઈ પણ પક્ષને આધારિત રહેવું પડશે. જેમની નિરાશાને ભાજપની સરકાર કોઈ પણ કાળે વહોરવા નથી માગતી. ઉપરથી પરિક્ષાને રદ્દ કરી ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરિક્ષા આપવા માટે ગેરલાયક ઠેરવતા ભાજપની સરકાર સામે રિતસરનો જુવાળ ઉભો થયો હતો. આ જુવાળના કારણે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને સરકારનો ઘેરાવો કર્યો હતો. જેથી સરકાર માટે તો તાત્કાલીક ભીનું સંકેલવાનો વારો આવ્યો હતો.

Read Also

Related posts

Coronavirus Update: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1600ને પાર, 24 કલાકમાં 272 નવા કેસ

Bansari

આજથી રાજ્યભરમાં વિના મૂલ્યે અનાજ વિતરણનું આયોજન, ૩.૨૫ કરોડ લોકોને મળશે લાભ

Bansari

Corona ઈફેક્ટ: UPમાં 95% જમાતીઓની ઓળખ કરાઈ હોવાનો દાવો, 300થી વધારે કરાયા ક્વોરેન્ટાઈન

Karan
Do NOT follow this link or you will be banned from the site!