GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એલઆઈસીમાં રોકાણ છે તો આ તમારા માટે છે સમાચાર, સરકાર વેચી રહી છે પોતાનો હિસ્સો

LIC

હવે સરકાર એલઆઇસીનો આઇપીઓ લઇને આવી રહી છે એટલે કે સરકાર હવે એલઆઇસીનો પણ મોટો હિસ્સો વેચવા જઇ રહી છે. વર્ષ 2020-21ના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ એલઆઇસીને લઇને જેમાં સરકાર ભારતીય જીવન વીમા નિગમમાં પોતાનો મોટો હિસ્સો વેચવા જઇ રહી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સરકાર એલઆઇસીમાં પોતાનો આ હિસ્સો આઇપીઓ મારફતે વેચશે. જેથી આગામી દિવસોમાં દેશનો સૌથી મોટા એલઆઇસીના આઇપીઓની જાહેરાત કરાશે.

જેથી આઇપીઓ મારફતે સામાન્ય લોકો પણ એલઆઇસીના શેર મારફતે એલઆઇસીમાં પોતાની હિસ્સેદારી ખરીદી શકશે. આ જાહેરાતના આગળના તબક્કે એલઆઇસીના સ્ટોકનું એક્સચેન્જમાં લિસ્ટીંગ થશે. એલઆઇસીનો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરવાનો સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરી ભરવા માટે એક મોટું ડગલું ગણાશે.

નોંધનીય છે કે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીની સરપ્લસ વધીને વર્ષ 2018-19માં 9.9 ટકા વધીને 532.14 અબજ રૂપિયાની થઇ ગઇ છે. તો એલઆઇસી અગાઉ સરકારે આઇઆરસીટીસીનો આઇપીઓ લાવીને પોતાનો હિસ્સો વેચ્યો હતો જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આઇઆરટીસીટીના આઇપીઓ મારફતે 2.01 કરોડ શેર માટે આવેદનો મંગાવાયા હતા. જે આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 315થી 320 રૂપિયાની વચ્ચે રખાયો હતો.

READ ALSO

Related posts

દેશની સૌથી વધુ વેચાતી ફેમિલી કાર : માઇલેજ આપે છે 22.05 કિ.મી., લોકડાઉનમાં પણ કંપનીને બખ્ખાં કરાવ્યાં

Dilip Patel

કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોદી સરકારનો ઝટકો : માર્ચ 2021 સુધી વધશે નહીં પગાર, ના માનો તો ચેક કરી લો

Dilip Patel

કોરોનામાં દેવાદાર ગણાતું પાકિસ્તાન દરેક ગરીબના ખાતામાં રોકડા રૂ.12 હજાર જમા કરાવશે, 70 અબજ કોરોના રોકવા ફાળવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!