રશિયા–યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરની ઓઈલ કંપનીઓને મસમોટી આવક થઈ રહી છે. ક્રૂડના ભાવ ઉંચકાતા અને કુદરતી ગેસના ભાવ અંદાજે બમણા થતા બ્રિટને જ ગઈકાલે ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ પર ૨૫% ટેક્સ લાદવાની જાહેરાત કર્યા બાદ હવે આ જ તર્જ પર ભારતની ઓઈલ અને ગેસ કંપની કોમોડિટી કંપનીઓ અને ક્રૂડની પરોક્ષ અસર ધરાવતા સેક્ટર પર ટેક્સ વસૂલવાની તૈયારી મોદી સરકાર કરી રહી છે.

એક મીડિયા અહેવાલ અનુસાર ભારત સરકારે પણ બ્રિટનની માફક સ્થાનિક ઓઈલ એન્ડ ગેસ કંપનીઓને અણધાર્યા અને નોન-બિઝનેસ પરિબળોને કારણે થનારા વધારાના નફાને ધ્યાનમાં રાખીને વધુ ટેક્સ વસૂલવાની ઈચ્છા જાગી છે. આ અંગે નાણામંત્રાલયમાં ચર્ચાઓ શરૂ થઈ કે ભારતમાં આ પ્રકારનો વિન્ડફોલ ટેક્સ કઈ રીતે લાદવામાં આવે અને તેની પરિભાષા શું હશે ?
રિપોર્ટ અનુસાર વૈશ્વિક ક્રૂડ અને કોમોડિટીના ભાવ અમુક સ્તરથી ઉપર જતા ભારતમાં ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ પર આ પ્રકારનો વિન્ડફોલ ટેક્સ લાદવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે રાત્રે બ્રિટનના નાણામંત્રી રિશિ સુનાકે મોંઘવારી સામે લડવા માટે રાહત પેકેજ જાહેર કરવાની સાથે ઓઈલ અને ગેસ કંપનીઓ પર ૨૫% વન ટાઈમ વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે.
ભારતમાં પણ વિન્ડ ફોલ ટેક્સની સરકાર સંભાવનાઓ તપાસતી હોવાના અહેવાલ બાદ દેશની ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ અને કોલસા કંપનીના શેરમાં પણ મસમોટું દબાણ જોવા મળી રહ્યું છે.
MUST READ:
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો