GSTV

તહેવારની ગિફ્ટ / સરકાર આપી રહી છે સસ્તા ભાવે સોનુ, રાહ ના જુઓ તુરંત જ લો આ તકનો લાભ

Last Updated on October 23, 2021 by GSTV Web Desk

જો તમે પણ આ વખતે તહેવારના સમયે સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો એકવાર જરૂર વાંચજો આ લેખ. કેન્દ્ર સરકાર દ્વારા હાલ લોકોને સસ્તું સોનું ઓફર કરવામાં આવી રહ્યું છે એટલે કે તમે બજાર કિંમત કરતા સસ્તું સોનું ખરીદી શકો છો.સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડનો આવનાર હપ્તો 25 ઓક્ટોબરના રોજ ખુલશે. તમે તેમાં રોકાણ કરીને સોનું ખરીદી શકો છો. નાણા મંત્રાલયે હાલ આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, પાંચ દિવસ માટે આ ઓફર ખુલ્લી રહેશે.

2 નવેમ્બરના રોજ બહાર પાડવામા આવશે બોન્ડ :

તમે 25 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધીમા આ બોન્ડમા રોકાણ કરી શકો છો અને આ સોવરેન ગોલ્ડ બોન્ડ તમને 2 નવેમ્બરથી આપવામા આવશે. નાણાં મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે, વર્ષ 2021-22 આ શ્રેણીનો સાતમો તબક્કો રહેશે.

કિંમત કેટલી હશે?

નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 ના આગામી તબક્કા માટે પ્રારંભિક કિંમત રૂપિયા 4,765 પ્રતિ ગ્રામ નક્કી કરવામા આવી છે.

તમે ક્યાં જઈને ખરીદી શકો છો?

જો આ બોન્ડની ખરીદીની વાત કરીએ તો રોકાણકારો તેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE મારફતે ખરીદી શકે છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાં આનું વેંચાણ થતુ નથી.

ઓનલાઇન પેમેન્ટ પર મળશે ડિસ્કાઉન્ટ :

આ સિવાય તમે તેના માટે ઓનલાઇન અરજી પણ કરી શકો છો. જો તમે ડિજિટલ પેમેન્ટ કરશો તો તમને 50 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઓછામા ઓછું એક ગ્રામ સોનુ ખરીદવુ પડશે.

તમે રોકાણ કરી શકો તે મહત્તમ રકમ કેટલી છે?

જો આપણે આ બોન્ડમા મહત્તમ રોકાણની વાત કરીએ તો 4 કિલો સુધી ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકો છો. આ સિવાય જો આપણે ટ્રસ્ટ અથવા કોઈપણ સંસ્થાની વાત કરીએ તો તે 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિ. 999 શુદ્ધતાના સોનાના સરેરાશ બંધ થતા ભાવના આધારે રહેશે.

ફાયદા :

આ સ્કીમમાં રોકાણકારોને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. આ યોજનામાં કેપિટલ ગેઈન ટેક્સથી મુક્તિ મળે છે. આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ આપવો પડતો નથી. આ સિવાય તમે તેનો ઉપયોગ કોલેટરલ તરીકે પણ કરી શકો છો. તમે સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ વેપાર કરી શકો છો. આ સિવાય તમારે આ બોન્ડ્સની સુરક્ષા વિશે કોઈપણ ચિંતા કરવાની જરૂર નથી.

સોવેરીન ગોલ્ડ બોન્ડ શું છે?

આ એક પ્રકારનું સરકારી બોન્ડ છે.આ સ્કીમ આરબીઆઈ દ્વારા બહાર પાડવામા આવે છે.સરકારે તેની શરૂઆત વર્ષ 2015માં કરી હતી.તમે તેને સોનાના વજનના રૂપમાં ખરીદી શકો છો. જો આ બોન્ડ 5 ગ્રામના છે તો તમે સમજો કે, તેની કિંમત 5 ગ્રામ સોનાની બરાબર હશે.

Read Also

Related posts

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!