GSTV

સરકાર દ્વારા સોયાતેલ અને સનફલાવર તેલની આયાત જકાતમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વાયદા બજારમાં ઘરઆંગણે તેમજ વિશ્વ બજારમાં બેતરફી વ્યાપક અફડાતફડી જોવા મળી હતી. તેના પગલે બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ભારતમાં  તાજેતરમાં પામતેલ પરની આયાતદ જકાત વધ્યા પછી હવે સરકાર સોયાતેલ તથા સનફલાવર તેલની આયાત જકાતમાં  પણ કદાચ વધારો કરશે એવી હવા બજારમાં ચગી હતી તેના પગલે ઘરઆંગણે તથા વિશ્વ બજારમાં વિવિધ ખાધતેલોના વાયદા બજારમાં મોટી ઉછળકુદ  જોવા મળી હતી.

ઘરઆંગણે આજે ક્રૂડ પામ ઓઈલ સીપીઓનો વાયદો ઉંચામાં રૂ.૬૫૫.૧૦ તથા નીચામાં  રૂ.૬૩૬  થઈ સાંજે ભાવ રૂ.૬૪૨.૨૦ બોલાયા હતા. સોયાતેલનો વાયદો ઉંચામાં ૭૮૬ તથા નીચામાં ૭૫૯ થઈ સાંજે ભાવ રૂ.૭૬૭.૫૦ હતા. વિશ્વ બજારમાં  મલેશિયામાં પામતેલનો વાયદો શરૂઆતમાં ૮થી ૧૦ પોઈન્ટ નરમ રહ્યા પછી ભાવ ઉછળી એક તબક્કે ૬૭થી ૬૮ પોઈન્ટ પ્લસ થઈ છેલ્લે ભાવ ૩૦, ૩૯, ૩૯ તથા ૩૯ પોઈન્ટ પ્લસમાં બંધ હતા.

ભારતમાં સોયાતેલ તથા સનફલાવર તેલ પર આયાત જકાત  વધશે તો પામતેલમાં માગ વધશે એવી આશા વચ્ચે વિશ્વ બજારમાં પામતેલનો વાયદો ઉંચકાયાનું  બજારે જણાવ્યું હતુ. દરમિયાન અમેરિકામાં શિકાગો બજારના ઓવરનાઈટ  સમાચાર મુજબ ત્યાં સોયાતેલનો વાયદો ૩૦થી ૩૧ પોઈન્ટ ઘટયો હતો.  સોયાખોળનો વાયદો  ૫૦, ૪૮, ૪૧ તથા ૩૮ પોઈન્ટ  નરમં હતો ઉપરાંત ત્યાં  સોયાબીનનો ળઆયધઓ ૧૨૨, ૧૧૬, ૧૧૦ તથા ૯૬ પોઈન્ટ તૂટયો હતો.

જોકે આજે શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન ૧૫થી ૧૬ પોઈન્ટ પ્લસમાં હતું. દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૬ તથા ૧૩ પોઈન્ટ નરમ હતો. દરમિયાન મુંબઈ બજારમાં હાજર ભાવ ૧૦ કિલોના સિંગતેલના ૮૬૦ના મથાળે મક્કમ હતા રાજકોટ બાજુ ભાવ રૂ.૮૦૫થી ૮૧૦  તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૩૧૦ રહ્યા હતા.

મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૧૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૨૪થી ૨૫ હજાર  ગુણી આવી હતી  ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૬૪૦થી ૬૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૭૧૫થી ૭૩૦ રહ્યા હતા. મુંબઈમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૬૭, સોયાતેલ રિફા.ના રૂ.૭૬૫ વાળા  ૭૬૨, સન ફલાવરના  ૭૦૦ તથા રિફા.ના ૭૬૦ બોલાતા હતા.

કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૭૮૦ વાળા ૧૭૬૦ હતા. દક્ષિણ પાછળ મુંબઈ કોપરેલ બજારમાં  ઉંચા મથાળે માનસ વેંચવાનું હતું. દરમિયાન, દિવેલના ભાવ આજે  ૧૦ કિલોના રૂ.૧ ઘટી કોમર્શિયલના  રૂ.૮૪૫ તથા  એફએસજીના રૂ.૮૫૫ હતા. જયારે એફએસજી કંડલાના ભાવ રૂ.૮૨૬ના મથાળે શાંત હતા.  મુંબઈ એરંડાના હાજર ભાવ આજે રૂ.૪૦૮૦ વાળા ૪૦૭૫ હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં ટનદીઠ ભાવ કપાસિયા  ખોળના  રૂ.૧૬૫૦૦ વાળા રૂ.૧૬૪૦૦ હતા.

સોયાખોળના ભાવ રૂ.૩૨૫૫૫થી ૩૨૫૬૦ વાળા તૂટી રૂ.૩૨ હજારની અંદર ઉતરી રૂ.૩૧૮૨૫થી ૩૧૮૩૦   આસપાસ બોલાયા હતા.  જોકે અન્ય ખોળો શાંત હતા. મુંબઈમાં ૧૦ કિલોના પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૭૧૦ થઈ સાંજે ભાવ રૂ.૭૧૬  હતા જયારે  જેએનપીટીના  ભાવ રૂ.૭૦૮ થઈ ૭૧૪ રહ્યા હતા.

વિશ્વ બજારના સમાચાર મુજબ બ્રિટનમાં ટ્રાન્સપોર્ટ ફયુઅલને લગતી નીતિમાં ફેરફારો કરાયા છે તથા તેના પગલે ત્યાં બાયોડિઝલની  માગમાં વાર્ષિક વધુ ૩.૫૦ થી ૪.૦૦ લાખ ટનની  વૃદ્ધી થવાની શક્યતા  જાણકારો બતાવી રહ્યા છે. બ્રાઝીલમાં  સોયાબીનના પાકનો અંદાજ વધારીન ૧૧૯.૨૩  મિલીયન ટન કરાયાના સમાચાર હતા.

CRICKET.GSTV.IN

Related posts

તમારી નોકરી પર તોળાઇ રહ્યું છે સંકટ, IMFએ વૈશ્વિક મંદી પર આપી આ ચેતવણી

Bansari

Corona ઇફેક્ટ: આ ઇન્શ્યોરન્સ કંપની FREEમાં આપી રહી છે 5 લાખનું એક્સ્ટ્રા કવર, નહીં આપવો પડે કોઇ ચાર્જ

Bansari

Corona મહામારીને કારણે વિશ્વને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે: એડીબી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!