GSTV
Home » News » નોકરિયાતોને સસ્તા દરે ઘર આપવાની સરકાર કરી રહી છે તૈયારી, લોકસભા પહેલાં લોન્ચ થશે સ્કીમ

નોકરિયાતોને સસ્તા દરે ઘર આપવાની સરકાર કરી રહી છે તૈયારી, લોકસભા પહેલાં લોન્ચ થશે સ્કીમ

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ)ના ખાતાધારકો માટે એક સારા સમાચાર છે. ઇપીએફઓએ ખાતાધારકો માટે હાઉસિંગ સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી(સીબીટી)ની ડિસેમ્બરમાં થનારી બેઠકમાં રજૂ કરવામાં આવશે. અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી ઇપીએફઓ મેમ્બર્સ માટે હાઉસિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ જશે.

લોકસભા ચૂંટણી પહેલા લોન્ચિંગ: નોંધનીય છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે તેથી અપેક્ષા છે કે આ સ્કીમને તે પહેલા લોન્ચ કરવામાં આવશે.

ઇપીએફઓના સભ્ય વિરજેશ ઉપાધ્યાયએ એક મીડિયા એજન્સીને જણાવ્યું કે ઇપીએફઓ તેના મેમ્બર્સને હાઉસિંગ સ્કીમ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવા માંગે છે.ચોક્કસ પણે આ સ્કીમ સામે અમુક નિયમો અને શર્તો હશે.અમે સરકાર સાથે મળીને આ સ્કીમ પર કામ કરી રહ્યાં છીએ.

કેવી રીતે મળશે લાભ: ઇપીએફઓના ડ્રાફ્ટ મુજબ નેશનલ હાઉસિંગ એસોસિયેશન બનાવવામાં આવશે.જે દરેક રાજ્યમાં ભૂમિ અધિગ્રહણનું કામ કરશે, જેના પર હાઉસિંગ પ્રોજેક્ટ બનશે.રાજ્યોથી જમીનની ખરીદદારી સસ્તા દર પર કરવામાં આવશે.તેના પછી બિલ્ડર્સ કંપનીઓ સાથે વાટાઘાટ કરવામાં આવશે.

જે હાઉસિંગ પ્રોજેક્ટનું નિર્માણ કરશે. ઇપીએફઓ ઘર ખરીદવા માટે નિર્ધારિત શર્તોના આધારે લોન પણ આપશે. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ નફાખોરીની શક્યતાઓ શૂન્ય બરાબર હશે.જેટલો ખર્ચ થશે, તેના અનુસાર ઘરની કિંમત નક્કી થશે.

આ છે અમુક શર્તો: ઇપીએફઓના એવા મેમ્બર્સ આ સ્કીમ હેઠળ ઘર ખરીદી શકશે જેમની પાસે પોતાનું મકાન નથી. અર્થાત જેમને પોતાના નામથી અત્યાર સુધી કોઇ મકાનની ખરીદી કરી નથી.

આ સ્કીમનો લાભ લેવા માટે ઇપીએફઓ સભ્ય પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષ જુનું ઇપીએફ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ સાથે ઘર ખરીદવા માટે પીએફ ખાતામાંથી 90% રકમ ઉપાડવાની સુવિધા પણ મળશે. અને લોન લીધેલ મૂડીની ઇએમઆઈ પીએફ ખાતામાંથી જ ચૂકવાશે.

Related posts

જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને માઇનસ 11.5 : ભૂસ્ખલનમાં એકનું મોત

Mayur

ફી વધારા સામે જેએનયુના વિદ્યાર્થીઓ અડગ, પોલીસે બે એફઆઈઆર નોંધી

Mayur

શિયાળુ સત્ર : બીજા દિવસે પણ ભારે હોબાળો, રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!