GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર : કોરોના રોકવામાં રૂપાણી સરકારને મળી રહી છે સફળતા, 10 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ભાવનગરના એક 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કુલ 88 કેસ થયા છે. તો આ દરમિયાન રાહતની વાત એ છેકે ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10 લોકો સારવારથી સ્વસ્થ પણ થયા છે. હાલમાં ગુજરાતમાં 88 પોઝીટીવ કેસમાંથી 66 દર્દીઓની હાલત સ્થિર છે..તો રાજયમાં અત્યારસુધીમાં કુલ 1826 સેમ્પલ લેવાયા છે. જેમાંથી 1714 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તો આ સાથે આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે અને જો માસ્ક ન હોય તો રૂમાલ પણ બાંધી શકાય તેવી સલાહ આપી છે. દેશમાં કોરોનાના કેસો અટકી રહ્યા નથી ત્યારે ગુજરાત માટે આ સૌથી સારા સમાચાર છે.

  • ગુજરાતમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ
  • ભાવનગરમાં ૨૭ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ
  • ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૮૮ થયા
  • અત્યારસુધીમાં ૧૦ લોકો સ્વસ્થ થયા
  • હજુ પણ ૬૬ દર્દીઓની હાલત િસ્થર
  • અત્યારસુધીમાં કુલ ૧૮૨૬ સેમ્પલ લેવાયા
  • ૧૭૧૪ રિપોર્ટ નેગેટીવ આવ્યા

સુરતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા બે લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે વધુ બે વ્યકિત સ્વસ્થ થતા અત્યારસુધીમાં સુરત ખાતે કુલ 3 વ્યકિત સ્વસ્થ થઇ છે જેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય. નોંધનીય છેકે સુરતમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના 10  દર્દીઓ નોંધાયા છે..જ્યારે 1 વ્યકિતનું મોત થયું છે જ્યારે 6 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જેમની સારવાર ચાલી રહી છે.

ગૃહસચિવે પત્ર લખીને કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો

કોરોના વાયરસના સંક્રમણને રોકવા વડાપ્રધાન મોદીએ 21 દિવસ સુધી એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉનનું એલાન કર્યુ છે. જો કે સરકારની એડવાયઝરી છતાં દેશભરમાં કેટલીક એવી તસવીરો સામે આવી છે જેમાં લોકડાઉનનું ઉલ્લંઘન જોવા મળે છે. કેટલાંક રાજ્યોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવે પત્ર લખીને કડક કાર્યવાહીની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 341 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે જ્યારે 9000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 30 રાજ્યોમાં 2,400કેસ અને 68 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 338 નવા કેસ, 12 લોકોના મોત થયા છે. તબ્લિક જમાતના 400 લોકો સંક્રમિત થતાં સરકાર બગડી છે.

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!