GSTV

રાજકીય પાર્ટી ગમે તેટલા તામજામ કરશે તો ચાલશે પણ ભારતીય સેના ન કરવી જોઈએ, સેનાના ખર્ચમાં કાપ મુકવાનું વિચારી રહી છે સરકાર

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારત સરકાર સેનાનો ખર્ચ ઘટાડવા અને સંસાધનોને ઓછા ખર્ચે વધુ ઉપયોગ કરવા માટે અમુક પ્રકારના ફેરફારો સાથે બદલાવનો પ્રસ્તાવ સામે રાખ્યો છે.આ બાબતને લઈને કેટલાય અખબારો કહી રહ્યા છે કે, તેનાથી સેનામાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.

આ પ્રસ્તાવમાં 15 જાન્યુઆરીએ આર્મી ડે સમાહોરને બંધ કરવા, નવ ઓક્ટોબરે થતી આર્મીની અલગ અલગ રેજીમેન્ટની પરેડ બંધ કરવા, સૈન્ય અધિકારીઓ માટે પર્સનલ મેસ બંધ કરવા અને પીસ સ્ટેશન યુનિટમાં સીએસડી કેન્ટીન બંધ કરવા જેવી ભલામણ તેમા સામેલ છે. આ ભલામણો સેનાની આંતરિક વ્યવસ્થાની સમીક્ષાને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલા રિપોર્ટનો જ એક ભાગ છે.

આ રિપોર્ટનું શિષર્ક છે: ‘ઓપ્ટોમાઈઝેશન ઓફ મૈનપાવર એન્ડ રિસોર્સેઝ: રિવ્યૂ ઓફ પ્રેક્ટિસેજ એન્ડ ફેસિલિટિઝ ઈન આર્મી’ છે. અમુક અખબારોનું તો એવુ પણ કહેવુ છે કે, આ રિપોર્ટ સેના પ્રમુખોના કાર્યાલયોમાં મોકલી દેવામાં આવ્યો છે.

પ્રસ્તાવમાં ગણતંત્ર દિવસ અને બિટીંગ રીટ્રીટ સેરિમનીમાં ઉપયોગ થતા આર્મી બૈડસ, પાઈપ અને ડ્રમની સંખ્યા 30 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનું કહેવામાં આવ્યુ છે.

આ પ્રસ્તાવમાં એવુ પણ કહેવાયુ છે કે, વિજય દિવસ અને કારગિલ વિજય દિવસ પર થતાં કાર્યક્રમમાં ઓછા તામજામ સાથે કાર્યક્રમ આયોજીત કરવામાં આવે.

READ ALSO

Related posts

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!