GSTV
India News Trending

મહિલાઅો સામે જાતીય અપરાધો રોકવા માટે સરકારે લીધો અગત્યનો નિર્ણય

કેન્દ્ર સરકારે મહિલાઓ સામે વધી રહેલા અપરાધોને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે ગૃહ મંત્રાલય દ્વારા જાતીય શોષણ, છેડતી કે રેપ જેવા કેસમાં સજા પામેલા દેશભરના અપરાધીઓનો એક ડેટાબેઝ બનાવ્યો છે. આવો ડેટાબેઝ તૈયાર કરનાર ભારત દુનિયાનો નવમો દેશ બન્યો છે. જાતીય અપરાધની ઘટનાઓમાં દોષિત વ્યક્તિનુ નામ, તેનો ફોટો,સરનામુ, ફિંગર પ્રિન્ટ, ડીએનએના નમૂના, પાન નંબર અને આધાર નંબર સહિતની ડીટેલ તેમાં મુકવામાં આવશે.

ડેટાબેઝમાં લગભગ 4.5 લાખ અપરાધીઓનો રેકોર્ડ સામેલ કરાશે. આ માટે દેશભરની તમામ જેલમાંથી ડેટા માંગવામાં આવ્યા છે. ડેટાબેઝ તૈયાર કરવાની જવાબદારી નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરોને સોંપાવમાં આવી છે. જોકે ભારતમાં આ ડેટાબેઝ કાયદો લાગુ કરનારી એજન્સીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. અમેરિકામાં આવો ડેટાબેઝ એફબીઆઈ રાખે છે અને પબ્લિક માટે તે ઉપલબ્ધ હોય છે. ભારતમાં તૈયાર કરાયેલા ડેટાબેઝમાં ઓછા ખતરનાક અપરાધીઓનુ નામ 15 વર્ષ જ્યારે ગેંગરેપ, કસ્ટોડિયલ રેપ જેવા અપરાધમાં સંડોવાયેલા દોષિતોનુ નામ આખી જીંદગી રાખવામાં આવશે.

ડેટાબેઝમાં હાલમાં ધરપકડ કરાયેલા અને જેમની સામે ચાર્જશીટ થઈ છે તેવા અપરાધીઓના નામ પણ હશે. જોકે તે માત્ર ગણતરીના અધિકારીઓ માટે ઉપલબ્ધ હશે. જ્યારે સગીરવયના અપરાધીઓના નામ તેમાં પાછળથી સામેલ કરાશે. અત્યાર સુધી ઘણા કિસ્સામાં એક વખત જાતીય અપરાધમાં સંડોવાયેલા લોકો બીજી વખત પણ આવી ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે કારણકે ડેટાબેઝના અભાવે તેમને રોકવુ મુશ્કેલ હતુ.

Related posts

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa
GSTV