GSTV
Home » News » ગુજરાતીઅોની દિવાળી બગાડનાર સરકારે અછત માટે કેન્દ્ર પાસે માગ્યા કરોડો રૂપિયા, રિપોર્ટ ખોલશે પોલ

ગુજરાતીઅોની દિવાળી બગાડનાર સરકારે અછત માટે કેન્દ્ર પાસે માગ્યા કરોડો રૂપિયા, રિપોર્ટ ખોલશે પોલ

ગુજરાતમાં રૂપાણી સરકાર સામે સૌથી મોટો અસંતોષ ખેડૂતોમાં છે. રાજ્યમાં અોચા વરસાદને પગલે ખેડૂતો ખરીફ સિઝનમાં નુક્સાની ભોગવી ચૂકયા છે. અાગામી રવિ સિઝનમાં પાણી મળશે કે કેમ તે ટેન્શન છે ત્યાં સરકાર અછતગ્રસ્ત જાહેરાત કરવામાં પણ મનમાની કરતાં ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. ગુજરાત સરકારે અેનક બુમરાણોને અંતે 51 તાલુકાઅોને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. જેનો લાભ ખેડૂતોને 1 ડિસેમ્બર બાદ મળશે. અામ હજુ ગુજરાતીઅોને અછતનો લાભ મળવામાં 25 દિવસનો સમય છે. તે પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર પાસે ગુજરાત માટે 1,750 કરોડ રૂપિયાની માગણી કરી છે. અામ ગુજરાતને અછતને પગલે 1,750 કરોડથી વધુનું નુક્સાન થયું હોવાની સંભાવના છે. સરકારે કરેલી માગ અે સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ખેડૂતોને ભારે નુક્સાન છે. ગુજરાત સરકારે કેન્દ્રની મદદ માટે તૈયાર કરેલા રિપોર્ટનો પણ ખૂલાસો થાય અે જરૂરી છે.

રાજ્ય સરકારે અછતના સામના માટે અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલ્યો છે. જેમાં રૂ. ૧૭૫૦ કરોડની જરૂરીયાત દર્શાવવામાં આવી છે. રાજ્યની રજૂઆતના પગલે ટૂંક સમયમાં કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. ગાંધીનગરમાં વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે. તેમજ કેટલાક વિસ્તારોની મુલાકાત લેશે. ત્યાર બાદ અછત સહાયની રકમ મંજૂર થશે. રાજ્યના  ૧૨ જેટલા જિલ્લાઓમાં અપુરતા વરસાદના કારણે અછતના વાદળો ઘેરાયા છે. સરકારે આખા કચ્છ જિલ્લા સહિત ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે.

હાલમાં રાજ્ય કક્ષાએથી અછતને લગતી સહાયની કામગીરી શરૂ થઈ ગઈ છે. ૧ કરોડ કિલો ઘાસની ખરીદી કરવામાં આવી છે. આવતા દિવસોમાં પાણી, રોજગારી તેમજ ખેડૂત સહાય માટે કેટલા નાણાની જરૂરીયાત છે ? તેનું વિભાગવાર સંકલન કરી અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે. આ અહેવાલ કેન્દ્રની સહાય માટે મોકલી દેવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે તેના પર આગળની કાર્યવાહી કરવાની થાય છે. રૂ. ૧,૭૫૦ કરોડની માંગણી સામે કેન્દ્ર સરકાર કેટલા રૂપિયા આપે છે ? તે હવે પછી ખબર પડશે. પણ અે બાબત નક્કી થઈ ગઈ છે. ગુજરાતમાં સરકાર છૂપાવી રહી છે તેના કરતાં પણ વધુ નુક્સાન છે. સરકાર અછત જાહેર કરવામાં પાછીપાની કરી રહી હોવાનું સર્વ વિદીત છે.

Related posts

આજથી બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, વિકાસના કામોનું થશે શિલાન્યાસ

Mayur

અમદાવાદ એરપોર્ટ પર 24મીએ 10થી વધુ વીવીઆઇપી એરક્રાફ્ટનો જમાવડો

Mayur

મહારાષ્ટ્રમાં અઘાડી પાર્ટીને ફડણવીસે ‘સવાશેર સૂંઠ’ જેવી ચેલેન્જ આપી, ‘હિંમત હોય તો અત્યારે ચૂંટણી યોજી મેદાનમાં આવી જાવ’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!