GSTV
Home » News » આ યોજના અંતર્ગત તમારા ખાતામાં રૂપિયા મોકલશે મોદી સરકાર, જલ્દી કરશે મોટુ એલાન!

આ યોજના અંતર્ગત તમારા ખાતામાં રૂપિયા મોકલશે મોદી સરકાર, જલ્દી કરશે મોટુ એલાન!

કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોને એક મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એલપીજી સબસિડીના આધારે ફર્ટિલાઇઝર સેક્ટરમાં સબસિડી મૉડલ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે ફર્ટિલાઇઝર સેક્ટરમાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડેલ લાગુ કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

સરકારે આગામી ચાર મહિનામાં ફર્ટિલાઇઝર સબસિડીની રકમ સીધા ખેડૂતોના ખાતામાં પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હકીકતમાં પીએમ કિસાન યોજનાનું એક વર્ષ પૂર્ણ થવા પર ટેક્નિકલ સમસ્યાઓ દૂર થઇ છે તેથી સરકાર તેને જલ્દી લાગુ કરવા ઇચ્છે છે.

જણાવી દઇએએ ગત વર્ષે ફર્ટિલાઇઝર સબસિડી અંતર્ગત આશરે 74 હજાર કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. હવે સબસિડીની રકમ ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચર્સને આપવામાં આવે છે.

ફર્ટિલાઇઝર સેક્ટરમાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો રસ્તો સાફ થઇ ગયો છે. ફર્ટિલાઇઝર સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં નાંખવાની તૈયારી છે. આગામી 4-5 મહિનામાં ડીબીટી યોજના લૉન્ચ કરવાની તૈયારી પૂરી થઇ ચુકી છે. ભારે બાકીની સબસિડી સામે ઝઝૂમી રહેલી ફર્ટિલાઇઝર કંપનીઓને પણ તેનો ફાયદો મળશે.

આ આંકડાઓને બનાવવામાં આવશે આધાર

ફર્ટિલાઇઝર મંત્રાલય ડીબીટી માટે પીએમ કિસાન યોજનાના આંકડાઓનો ઉપયોગ કરશે. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોની જમીનની સાથે બેન્ક ડિટેલ્સ પણ સરકાર પાસે ઉપલબ્ધ છે. ફર્ટિલાઇઝર મંત્રાલયે એગ્રીકલ્ચર મંત્રાલય સાથે મળીને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફર્ટિલાઇઝર સબસિડી માટે પીએમ કિસાનની શરતોના ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ડીબીટી જલ્દી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રતિ હેક્ટર ખર્ચની માત્રા સાઇંટિફિક આધારે નક્કી થશે. વર્તમાન સમયમાં ખેડૂત પ્રતિ હેક્ટર બેગણા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે. ડીબીટીથી સબસિડીમાં 20થી 30 ટકાની બચત થઇ શકે છે.

Read Also

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!