GSTV

જેવા સાથે તેવા/ ઇન્ટરનેશનલ મુસાફરો બાબતે બ્રિટન કુણૂં પડતા ભારતે પણ નમતું જોખ્યુ, લીધો આ નિર્ણય

બ્રિટન

Last Updated on October 14, 2021 by Bansari

ભારતથી આવતા મુસાફરોએ લીધેલી કોવિશિલ્ડ વેક્સીનને માન્ય નહીં રાખવી, બાદમાં રસીના પ્રમાણપત્ર સામે વાંધો ઉઠાવી ભારતથી આવતા મુસાફરોને યેનકેન પ્રકારે પરેશાન કરનાર બ્રિટન સામે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવતા યુકેથી આવતા મુસાફરો માટે ૧૦ દિવસ સુધી કોરન્ટાઇન રહેવાનો નિયમ દાખલ કરી દેતાં બ્રિટન ભારે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયું હતું, પરંતુ હવે બ્રિટન ભારતના આક્રમણ વલણ સામે કૂણું પડયું હતું અને ભારતથી આવતા મુસાફરા માટે લાગુ કરાયેલા આકરા નિર્ણયો પાછા ખેંચી લેતા ભારતે પણ બ્રિટનના આ નિર્ણય સામે નમતુ જોખીને યુકેથી આવતાં મુસાફરો માટે દાખલ કરાયેલા આકરાં નિયમો પાછા ખેંચી લીધા હતા.

ફ્લાઇટ્સ

ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવી તો અંગ્રેજોનું પાણી ઉતરી ગયું

કોવિશિલ્ડ રસી લઇને ભારતથી આવી રહેલાં મુસાફરો માટે ફરજિયાત ટેસ્ટિંગ અને ૧૦ દિવસ સુધી કોરન્ટાઇન રહેવાના નિયમોને બ્રિટનની સરકારે પાછા ખેંચી લેતાં ભારત સરકારે પણ ૧૧ ઓક્ટોબરના રોજ તેની કોવિડ-૧૯ સંબંધી ચેકિંગ, ટેસ્ટિંગ અને અન્ય પ્રતિબંધો ધરાવતી તેની ટ્રાવેલ એડવાઇઝરીને પાછી ખેંચી લીધી હતી જેના કારણે ભારત અને બ્રિટન એમ બંને દેશોમાં અ્વર-જવર કરનારા મુસાફરોને ઘણી મોટી રાહત મળી હતી. ભારત સરકારે બ્રિટનના જક્કી વલણની સામે જેવા સાથે તેવાનો સિદ્ધાંત અપનાવતા ૧ ઓક્ટોબરથી એવો નિયમ અમલમાં મૂક્યો હતો કે બ્રિટનથી આવનાર તમામ મુસાફરોએ વેકીસનના બે ડોઝ લીધા હશે તો પણ તેઓએ ભારતમાં આગમન કર્યા બાદ ફરજિયાતપણે ૪ ઓક્ટોબરથી ૧૦ દિવસ સુધી કોરન્ટાઇન રહેવું પડશે.કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા ૧૧ ઓક્ટોબરના રોજ ઇસ્યુ કરાયેલા આવેદનપત્રમાં કહેવામાં આવ્યું હતું કે સુધરતી જતી પરિસ્થિતિ અને આકાર લઇ રહેલી ઘટનાઓને ધ્યાનમાં લેતાં સુધારેલી ગાઇડલાઇન્સને પાછી ખેંચી લેવાનો નિર્મય લેવાયો છે અને યુકેથી ભારત આવનારા મુસાફરો માટે ગત ૧૭ ફેબુ્રઆરી રોજ જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ લાગુ પાડવાનો નિર્ણય લેવાયો છે.

બ્રિટન

ઇન્ટરનેશનલ મુસાફરો બાબતે બ્રિટન કુણૂં પડતા ભારતે પણ નમતું જોખ્યુ

૧૭ ફેબુ્આરીની ગાઇડલાન્સિ મુજબ એરલાઇન્સ કંપનીએ જ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે તેના મુસાફરો ફ્લાઇટમાં બેસે તે પહેલાં તેમણે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ કઢાવ્યો છે કે નહીં. તે ઉપરાંત ભારતમાં આવ્યા બાદ તેઓએ એરપોર્ટ ઉપર જ સેમ્પલ આપવાના રહે છે અને ત્યારબાદ જ તેઓ એરપોર્ટની બહાર જઇ શકે છે. જો તેઓના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેઓને આઇસોલેટ થઇને કોવિડની સારવાર કરાવવાની રહેશે. જો રિપોર્ટ નેગેટિવ હોય તો તેઓએ ઘરમાં જ ૭ દિવસ સુધી કોરન્ટાઇન રહેવુ.

Read Also

Related posts

ખેડૂત સહાયમાં ગરબડ / ગાંધીનગરમાંથી સરકાર ભલે ગમે તે જાહેરાતો કરે, અનેક ગામોમાં સર્વેની ટીમ પહોંચી જ નથી…

Pritesh Mehta

શાનદાર ઓફર/ આ કંપની આપી રહી છે પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયા પગાર, ખાઈને તમારે ફકત ટેસ્ટ કેવો તે જણાવાનું રહેશે

Pravin Makwana

અમેરિકાનું B-1B બોમ્બર કેટલું ખતરનાક ? ચીનની ખબર લેવા માટે હિન્દ મહાસાગર પહોંચ્યું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!