સરકારે આ 45 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા, બજેટમાંથી કરશે સહાય

રાજ્ય સરકારે વધુ 45 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી તેમને રાજ્ય સરકારના બજેટમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે. કચ્છમાં ઘાસચારો અને પાણીના અભાવે પશુધન મરી રહ્યું છે ત્યારે સરકારે દાવો કર્યો છે કે કચ્છમાં પાંચ કેટલ કેમ્પ શરૂ કરાયા છે. જેમાં 5 હજાર પશુઓને રખવામાં આવ્યા છે અને તેમની સારસંભાળ માટે પશુ દીઠ પ્રતિ દિન 25 રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 હજાર ગામોમાં 50 હજાર લોકોને મનરેગા હેઠળ કામ આપવામાં આવ્યું છે.

જે ખેડૂતોએ 15 જાન્યુઆરી પહેલા ફોર્મ ભરેલા હશે તે ખેડૂતોને સરકાર સહાય આપશે. જોકે અછતગ્રસ્ત વિસ્તારો માટે પંજાબથી ઘાસ લાવવાનું હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. પંજાબની મુલાકાતે ગયેલી ટીમે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો છે કે જો પંજાબનું ઘાસ પશુને ખવડાવાશે તો પશુઓનું સ્વાસ્થ્ય બગડશે. પંજાબનું ઘાસ ગુણવત્તાયુક્ત નહીં હોવાનો અહેવાલ સોંપાયા બાદ સરકારે પંજાબથી ઘાસ લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter