GSTV

ગુજરાત સરકારનો વધુ અેક ખેડૂતલક્ષી નિર્ણય, અાપી મોટી ભેટ

Last Updated on August 3, 2018 by Karan

શહેરી વિસ્તારોમાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની નવી શરતની ખેતીની જમીનના બિનખેતીના પ્રસંગે ખેતીથી ખેતીનું પ્રિમિયમ સર્વે નંબરના ક્ષેત્રફળના હવેથી અંતિમ ખંડ (ફાઈનલ પ્લોટ)ના ક્ષેત્રફળ મુજબ આકારવામાં આવશે. નવી શરતની જમીનને બિનખેતી કરવા માટે સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યાની જાહેરાત કરી છે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ અંગે જણાવ્યું કે, રસ્તા, ગટર, પાણી પુરવઠા, લાઈટ માટે ઉપયોગમાં લેવાતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત કરવામાં આવે છે. આથી શહેરી વિસ્તારમાં અરજદાર પાસે ૬૦ ટકા જેટલી જ જમીન ભોગવટા માટે રહેતી હોય છે.

બિનખેતીનું જે પ્રિમિયમ વસુલવામાં આવે છે તેમાં જાહેર નાણાકીય સુવિધાઓ માટે ૪૦ ટકા જમીનની કપાત બાદ કરીને વધતી ૬૦ ટકા જેટલી જમીન ઉપર બિન ખેતીનું પ્રિમિયમ વસુલવામાં આવે છે.

મહેસુલ વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં જ્યારે અરજદાર પોતાની જમીન બિનખેતી કરવા દરખાસ્ત કરે તે સમયે જો ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસુલવાનું થતું હોય તો તેવા કિસ્સાઓમાં હવેથી ખરેખર ભોગવટાની જમીન એટલે કે જાહેર સુવિધાઓના માટે કપાત કરાતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત બાદની ૬૦ ટકા ક્ષેત્રફળ મુજબ એટલે કે ‘એફ’ ફોર્મમાં દર્શાવેલા અંતિમ ખંડના ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસુલવાનું નક્કી કરાયું છે.

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!