GSTV

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

DOCTORS

Last Updated on July 25, 2021 by Pravin Makwana

કોરોનાની બીજી લહેરમાં દિનરાત સરકારી હોસ્પિટલોમાં ફરજ નિભાવનારા ડૉક્ટરોની જ સરકાર દ્વારા અવગણના થઇ રહી છે કેમકે, કોરોના વોરિયર્સ ગણાતા 700થી વધુ બોન્ડેડ ડૉક્ટરો પગાર વંચિત રહ્યા છે. જોકે, આ મામલે મુખ્યમંત્રી  રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અહમ ભૂમિકા ભજવી દર્દીઓની સારવાર કરી હતી.

doctors

કેટલીક સરકારી હોસ્પિટલોમાં તો ડૉક્ટરો-નર્સની અછત વર્તાઇ હતી જેના કારણે છેલ્લી ઘડીએ આરોગ્ય વિભાગે ઉચ્ચક પગારથી ભરતી કરવી પડી હતી. આવી સિૃથતીમાં બોન્ડેડ ડૉક્ટરોએ દિવસરાત ફરજ નિભાવી હતી. બોન્ડેડ ડૉક્ટરોને મહિને રૂા.60 હજાર જેટલો પગાર આપવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી બોન્ડેડ ડૉક્ટરોને પગાર ચૂકવાયો નથી.

આરોગ્ય વિભાગે ડૉક્ટરોને પગાર પેટે સાડા ચાર કરોડ કરતાય વધુની રકમ ચૂકવવાની બાકી છે. એક બાજુ, રાજ્ય સરકાર ડૉક્ટરોને કોરોના વોરિયર્સ ગણી કોરોનાકાળમાં કરેલી કામગીરીના વખાણ કરે છે તો બીજી તરફ, આ જ સરકાર ડૉક્ટરોેને તેમણે કરેલી ફરજનુ વેતન આપવા તૈયાર નથી.  આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ રજૂઆત કરાઇ છે.

READ ALSO

Related posts

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!