રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર, બાજરી અને મકાઈ ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે ડાંગર, બાજરી, મકાઈ ખરીદવા કુલ 188 જેટલા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે અને નોડલ એન્જસી તરીકે પુરવઠા નિગમને નીમવામાં આવી છે.
ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્ય સરકારે ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. ડાંગરનો ટેકાનો ભાવ 1 હજાર 750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરીનો ભાવ 1 હજાર 950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈનો ભાવ 1 હજાર 750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. જોકે કોંગ્રેસે આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવી આક્ષેપ કર્યો છે કે સરકારે મળતિયાઓને ખરીદ કેન્દ્રો સોંપ્યા છે. સરકાર ફક્ત જાહેરાત ન કરે પણ ખેડૂતોનો પાક ખરીદે.