GSTV

એચ-વન-બી વીઝા મામલે ભારત માટે છે આ સારા સમાચાર, ટ્રમ્પ સરકાર ભરાઈ

આઈટી સેક્ટરની એક હજારથી વધારે નાની કંપનીઓના એક સમૂહે અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ ત્રણ વર્ષથી ઓછા સમયગાળા માટે એચ-વન-બી વીઝા જાહેર કરવાના મામલે દાખલ કરવામાં આવ્યો છે. આનાથી કંપનીઓનું કામ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આઈટી કંપનીઓના આ સમૂહમાં એક હજારથી વધારે કંપનીઓ છે. આ કંપનીઓ મોટાભાગે ભારતીય મૂળના લોકો ચલાવી રહ્યા છે. એચ-વન-બી વીઝા એક બિન-અપ્રવાસી વીઝા છે. તેને અમેરિકાની કંપનીમાં કામ કરનારા વિદેશી કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવે છે.

કંપનીઓ આના આધાર પર ભારત અને ચીન જેવા દેશોમાંથી કર્મચારીઓને પોતાને ત્યાં બોલાવે છે. આઈટી કંપનીઓના સમૂહે પોતાના કેસમાં કહ્યુ છે કે ઈમિગ્રેશન એજન્સીની પાસે પ્રવર્તમાન નિયમોની ખોટી વ્યાખ્યા કરવા અને વીઝાની અવધિને ઓછી કરવાનો અધિકાર નથી. અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી વિરુદ્ધ આ આઈટી સેક્ટરનો બીજો કેસ છે. પહેલો કેસ આ વર્ષે જુલાઈમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઓગસ્ટમાં ટ્રમ્પ વહીવટી તંત્રે કહ્યું હતું કે એચ-વન-બી વીઝા પ્રક્રિયામાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી.

આને કારણે કોઈ નુકસાન થાય નહીં તેવું નિર્ધારીત કરાઈ રહ્યું છે. ટેક્સાસના ડલાસમાં આવેલા સમૂહ આઈટીસર્વ એલાયન્સે યુએસ સિટીજનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ પર 43 પૃષ્ઠો સાથે રજૂઆત કરવામાં આવી છે. તેના પ્રમાણે ત્રણ વર્ષથી ઓછા સમયગાળા માટે એચ-વન-બી વીઝા જાહેર કરાઈ રહ્યા છે. જ્યારે સામાન્ય રીતે વિદેશી કર્મચારીઓ માટે એચ-વન-બી વીઝાનો સમયગાળો ત્રણ વર્ષથી છ વર્ષનો હોય છે. આઈટીસર્વનો દાવો છે કે ઘણીવાર તો વીઝા માત્ર કેટલાક દિવસો અથવા મહિનાઓ માટે જ માન્ય રહે છે.

કેટલાક મામલામાં મંજૂરી મળ્યા પહેલા જ એચ-વન-બી વીઝાની અવધિ સમાપ્ત થઈ જાય છે. એચ-વન-બી વીઝા માટે સૌથી વધારે ભારતીયો અરજી કરે છે. 2007થી 2017 દરમિયાન 22 લાખ ભારતીયોએ એચ-વન-બી વીઝા માટે અરજી કરી હતી. ત્રણ લાખ એચ-વન-બી વીઝા અરજી સાથે 2007થી 2017 દરમિયાન ચીન બીજા ક્રમાંકે છે. અમેરિકા દર વર્ષે 65 હજાર એચ-વન-બી વીઝા જાહેર કરે છે.

 

 

 

Related posts

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

કોરોના સામે લડવા આ થેરાપીની મદદ લેશે કેરળ, આઈસીએમઆરે આપી મંજૂરી

Nilesh Jethva

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!