GSTV
Gujarat Government Advertisement

હાર્દિક પટેલ માટે આવ્યા સારા સમાચાર, આ શરતે જેલમાંથી મળી મુક્તિ

હાર્દિક પટેલ

Last Updated on January 22, 2020 by Mayur

અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટ મુદતમાં હાજર ન રહેતા ધરપકડ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હાર્દિકના વકીલે કોર્ટમાં બાંયધરી આપતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાર્દિકના વકીલે કોર્ટને કહ્યું હતું કે, હવે પછી આવી ભૂલ નહિ થાય. કોર્ટ મુદ્દત વખતે હાર્દિક ફરજિયાત હાજર રહેશે તેવો વકીલે કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો.

કોર્ટ જ્યારે પણ કહેશે હાજર રહેશે

રાજદ્રોહના કેસની ટ્રાયલમાં નિયમિતપણે હાજર ન રહેવા બદલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ કરી તેને ફરી જ્યુડિશીયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર નીકળવા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે તે હવે કોર્ટ જ્યારે પણ કહેશે ત્યારે સુનાવણીમાં હાજર રહેશે.

ધ્રાંગધ્રામાં કરવામાં આવી હતી ધરપકડ

હાર્દિક પટેલની રજૂઆત છે કે વર્ષ 2015માં તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. ગત શનિવારે તે સામાજિક કાર્યક્રમમાં વિરમગામથી ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની ટ્રાયલમાં વિલંબ કરવા તે વારંવાર કોર્ટમાં ગેરહાજરીની અનુમતિ માગતી અરજીઓ કરતો હોવાનો આક્ષેપ રાજ્ય સરકાર દ્વારા કરતા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોઈ ચૂક નહીં રહે પૂરી કાળજી રાખવામાં આવશે

ફરી જેલમાંથી બહાર નીકળવા હાર્દિકે રજૂઆત કરી હતી કે તે કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપશે અને તેના તરફથી કોઇ ચૂક ન રહે તેની પૂરી કાળજી રાખશે. કેસની ટ્રાયલમાં વિલંબ થાય તેવી કોઇ મુદત કે સમયની માગણી તે નહીં કરે. તેની તપાસ કર્યા વિના સાક્ષીઓને નિવેદન આપવું પડયું તે માટે હાર્દિકે માફી માગી હતી. આ સાક્ષીઓને સમક્ષ 24મી તારીખે હાજર થવાની બાહેધરી હાર્દિક દ્વારા આપવામાં આવી છે અને સાક્ષીઓના મુસાફરી સહિતના ખર્ચ આપવાની બાયધરી પણ હાર્દિક દ્વારા આપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

Damini Patel

26 જૂનથી આ શહેરમાં શરૂ થશે ડૉક્ટર ઓન કોલ સેવા, AAPની ડૉકટર સેલની ટીમ ઘરે જઈને કરશે સારવાર

Dhruv Brahmbhatt

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવા લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!