GSTV
Bharuch ગુજરાત ટોપ સ્ટોરી

નર્મદાનું રૌદ્ર સ્વરૂપ/ ભરૂચ પાસે જળસપાટી ભયજનક 24 ફૂટને આંબી, આ ગામોને કરાયા એલર્ટ : 890 લોકોનું સ્થળાંતર

એલર્ટ

સરદાર સરોવર ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા ડેમની જળસપાટી વધી છે. આજે બ્રિજ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી શકે છે. જેથી નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. ભરૂચના નદી કાંઠે નીચાણવાળા વિસ્તારમાં વસતા 53 જેટલા કુટુંબોના 890 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આ તમામ લોકોને દાંડિયા બજારની મિશ્ર શાળા 6માં લઈ જવામાં આવ્યાં છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમના 23 દરવાજા 3.3 મીટર ખોલી 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાં 5.25 લાખ ક્યુસેક પાણીની આવક છે. રિવર બેડ પાવર હાઉસ માંથી 44 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાય રહ્યું છે. કેનલ હેડ પાવર હાઉસમાંથી 18 હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનલમાં છોડાઈ રહ્યું છે. RBPH અને CHPH ના તમામ ટર્બાઇનો ચાલુ રહેવાથી રોજનું કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની છે.

નર્મદા

નર્મદાના ગરૃડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાને એલર્ટ કરવામાં આવ્યા છે. ગરૃડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૃંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારા, દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, સ્મશાન ઘાટ જવાના રસ્તેબેરીકેટ રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Read Also

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV