GSTV

દુનિયામાં ફેલાયેલી મહામારીએ રગદોળ્યું વૈશ્વિક શેરબજાર, રોકાણકારોને રાતે પાણીએ રોવાનો આવ્યો વખત

કોરોના

ચીનમાં મહામારીનું આકરું સ્વરુપ ધારણ કરી ચૂકેલ કોરાના વાયરસનો કહેર હવે આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે. જેની અસર દુનિયાભરની ઈકોનોમી પર જોવા મળી રહી છે. આ વાયરસના કારણે અસરગ્રસ્તોની સંખ્યા 90,000 નજીક પહોંચી ગઈ છે અને હજુ પણ વધુ ફેલાઈ શકે તેના ડરથી દુનિયભારના શેરબજારોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

છેલ્લું અઠવાડીયુ સૌથી ખરાબ

વર્ષ 2008 બાદ દુનિયાભરના શેર બજારો માટે છેલ્લું અઠવાડીયુ સૌથી ખરાબ રહ્યુ છે. ગુરુવારે અમેરિકન શેર બજારોમાં 1000 પોઈન્ટના ઘટાડાથી રોકાણકારોના 121 લાખ કરોડ ધોવાઈ ગયા હતા. તો ભારતમાં એક સપ્તાહમાં રોકાણકારો પોતાના 11 લાખ કરોડ રુપિયા ગુમાવી ચુક્યા છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાનુ શેર બજાર પાંચ દિવસમાં 14.2 લાખ કરોડ રૂપિયાના ડુબાડી ચુક્યુ છે. ઈકોનોમી ધીમી પડી રહી હોવાના કારણે ઉત્પાદન પર પણ અસર પડી શકે છે.

GDP ગ્રોથ 1990ના સૌથી નીચેના સ્તર પર

બિઝનેસ ફર્મના રિપોર્ટ પ્રમાણે, જો આ જ રીતે શેરબજારોમાં ઘટાડો થતો રહ્યો તો, અમેરિકા અને યુરોપમાં કંપનીઓના પ્રમોટરોને 210 લાખ કરોડનુ નુકસાન થઈ શકે છે. સાથે જ દુનિયાનો વિકાસ દર 2.8 ટકા ઘટી શકે છે. આ કારણે કહેવામાં આવી રહ્યુ છે કે, દુનિયા પર છેલ્લા 10 વર્ષનુ સૌથી મોટુ સંકટ મંડરાઈ રહ્યુ છે. ચીનની ઈકોનોમીનો GDP ગ્રોથ 1990ના સૌથી નીચેના સ્તર પર રહે તેવુ અનુમાન છે.

ભારત પર તેની સિમિત અસર

જો કે, ભારત માટે એક રિપોર્ટનુ તારણ એવુ પણ છે કે, કોરોના વાયરસની ભારતમાં વધારે અસર જોવા નહી મળે. RBIના ગર્વનર કહે છે કે, આ એવી સમસ્યા છે જેના પર તમામ દેશોએ નજર તો રાખવી જ પડશે. 2003માં સાર્સના કારણે ચીનની ઈકોનોમી ગ્રોથ એક ટકા ઘટી ગઈ હતી. જો કે, ભારત પર તેની સિમિત અસર થશે.

READ ALSO

Related posts

Video:17 વર્ષ બાદ એક્તા કપૂરે હાથમાંથી ઉતારી દીધી વીંટીઓ, મજબૂરી જાણીને સ્ટાર્સ પણ રહી ગયાં દંગ

Bansari

લોકડાઉન : દેશનું અર્થતંત્ર ખોરવાતા બેરોજગારીના દરમાં નોંધપાત્ર થયો વધારો

Nilesh Jethva

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદGujarati news, live Gujarati news, Gujarat Samachar, Online News Gujarati Live, News in Gujarati, Gujarati News Live, Breaking News Gujarati, Latest News in Gujarati,

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!