GSTV
Home » News » VIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો

VIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો

શહેરમાં હવે ફરી એકવાર મહિલાઓની સલામતી જોખમાઇ છે. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાન જેમાં 19 છોકરીઓ રહે છે. તેમાં દરવાજો ખુલ્લો રાખતાં મોડી રાતે એક યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને યુવકે હોલમાં સુતેલી યુવતીઓની છેડતી કરી હતી. છેડતી કર્યા બાદ યુવકે મહિલાની સામે જ અશ્વલીલ હરકત કરી હતી. જો કે યુવતી જાગી જતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શહેરમાં આવેલા તમામ પીજીમાં રહેતી યુવતીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.

ઘટના બાદ પીજીમાં રહેતી તમામ 19 યુવતીઓ ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે. જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો.

પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.શહેરમાં દિવસે-દિવસે મહિલાઓ સાથે છેડતીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રોડ પર જતી મહિલાઓ અને યુવતીઓની છેડતી થાય છે પરંતુ હવે વિકૃત લોકોએ ઘરમાં ઘૂસી અને છેડતી કરવાનું શરૂ કર્યું છે.

મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

અમદાવાદના નવરંગપુરમાં પીજીમાં યુવતીની કરવામાં આવેલી છેડતી મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. જેથી આ મામલે શહેર પોલીસ કમિશનરને તપાસ કરવાનું સુચન આપવામાં આવી છે. પીજીમાં યુવતી સાથે કરવામાં આવેલી છેડતી બાદ શહેરમાં મહિલા સુરક્ષાની સલામતી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

પીજી માલિક સામે કાર્યવાહી કરવામાં આવે

અમદાવાદના નવરંગપુરમાં પીજીમાં યુવતી સાથે કરવામાં આવેલી છેડતી મામલે શહેરના મેયર બિજલબહેન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, મહિલાની સુરક્ષા મુદ્દે પીજી માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પીજીના માલિક મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે. આ પ્રકારનો બનાવ દુખદ છે. અને આ શખ્સની તુરંત ધરપકડ કરવામાં આવે.

READ ALSO

Related posts

આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ, આ 6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા

Mayur

નર્મદા નીરનો વિવાદ વકરતા મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને

Bansari

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!