મેચ જોવા માટે છોકરાનો વેશ ધારણ કરીને યુવતી પહોંચી સ્ટૅડિયમમાં અને…

ઈરાનમાં એક છોકરીને ફૂટબોલ મેચ દેખવાના કારણે જેલની સમસ્યા સામે આવી. બન્યું એવું કે આ છોકરી, છોકરાઓના જેમ કપડા પહેરીને મેચ જોવા માટે પહોંચી, પણ તેને ઓળખી જતાં ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓને પુરુષ એથ્લીટના મેચ જોવા પર પ્રતિબંધ છે. તેઓ ફક્ત મહિલા એથ્લીથના સ્ટેડિયમમાં બેસીને જ મેચ જોઈ શકે છે. ગિરફ્તાર થયેલી છોકરીએ તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે થોડાં જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ ફોટો Zeinab_perspolisi_ak8 અકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોટોમાં ધરપકડ થયેલી છોકરી એક પોલીસ વાનમાં બેઠેલી દેખાઈ રહી છે. તેની સાથે જ બીજા કેટલાક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. એક ફોટોમાં જૈનબ સ્ટેડીયમમાં દેખાઈ રહી છે અને તેણે કેપ પહેરેલી છે અને તેના ચહેરાને એક કપડાંથી ઢાંકેલો છે. જણાવી દઈએ કે ઈરાનમાં ૧૯૭૯માં થયેલી ચરમપંથી ક્રાંતિ બાદ મહિલાઓ સ્ટેડિયમ જઈને મેચ નથી જોઈ શકતી. અત્યારે આ નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વર્ષમાં માર્ચથી અત્યાર સુધી ૩૫ મહિલાઓને ફૂટબોલ મેચ દેખવાના આરોપ પર ગિરફ્તાર કરવામાં આવી છે.

ઈરાનમાંમાં મહિલાઓ લાંબા સમયથી સ્ટેડિયમમાં મેચ જોવા માટેની લડત લઢી રહી છે. અમુક માનવાધિકાર કાર્યકર્તાઓએ એક સમૂહ ને ૨૦૧૮ ફીફા વલ્ડ કપ દરમિયાન આ નિયમનો વિરોધ કર્યો હતો અને ઈરાનની મહિલાઓને સ્ટેડીયમમાં મેચ દેખવા માટેની અનુમતિ આપવાની માંગ કરી હતી. એવું નથી કે ઈરાનમાં મહિલાઓને ફક્ત સ્ટેડીયમમાં મેચ દેખવા પર પ્રતિબંધ છે. પણ ત્યાં મહિલા ઍથલીટ હિસાબમાં રહેવું અનિવાર્ય છે. આટલું જ નહિ ઈરાનની સરકારે તો અન્ય દેશોની મહિલાઓને મહિલા ઍથલીટ માટે જ રમવાનો હુકમ આપેલો છે. જેના પછી ઈરાનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter