GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

યુવતીએ યુવક બની કર્યા યુવતી સાથે લગ્ન, દુલ્હન બોલી મને મંજુર છે

પ્રેમ અને લગ્નને લઇને લોકો આજ કાલ કેવા કેવા નુશખા કરતા હોય છે. કોઈ એટલું પણ વિચારવાની તસ્તી નથી લેતું કે તેનું પરિણામ શું આવશે. હાલમાં જ ઉત્તર પેદેશમાં એક યુવતીએ યુવક બનીને યુવતી સાથે લગ્ન કરી લીધા. પરિવાર સામે જયારે તેમના લગ્નની હકીકત આવી ત્યારે તેમના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી. પરિવારજાનો એ આ વાતનો ખૂબ વિરોધ કર્યો પરંતુ હવે આ બંને યુવતીઓ અલગ થવા નથી માંગતી.

આ અનોખો મામલો આગ્રનો છે ગયા 16 એપ્રિલના રોજ યુવતીઓએ સામૂહિક વિવાહમાં ભાગ લીધો હતો. બંનેએ બોદ્ધ ધર્મની વિધિથી લગ્ન કર્યા છે. કોલેજના દિવસોમાં બંને એક બીજાની ખૂબ નજીક હતા બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો અને તેમણે સાથે જીવવા મારવાની કસમ ખાધી હતી પરંતુ સમાજ અને તેમનો પરિવાર વચ્ચે આવી રહ્યો હતો.

આ બધી વાત વચ્ચે તેમણે આ રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેમણે તેમના ત્યાં થવા જઈ રહેલા સમૂહ લગ્નમાં પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી લીધું એક યુવતી વરરાજા બની અને બીજી તેની નવવધુ અને બંને એ સાત ફેરા પણ લીધા.

લગ્ન સંમેલન વાળા લોકોને તેમના પર શંકા ન જાય તે માટે તેમણે ભાડે લોકો રાખ્યા અને તેમને પોતાના સગા-સંબંધી અને મહેમાન બનાવી દીધા હતા.

લગ્ન બાદ તેઓ ભાડે રૂમ લઇને અલગ રહવા લાગ્યા. બંને માટે એક યુવતીના પરિવારે તેની તલાશ શરૂ કરી દીધી અને તેમને જાણવા મળ્યું કે તેણે યુવક બનીને એક યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને તે ભાડે તે યુવતી સાથે જ રહે છે.

આ હકીકત ૨૧ એપ્રિલે સામે આવી બંને યુવતીના પરિવાર આ જોઈને દંગ રહી ગાય છે. બંનેના પરિવારે તેમને અલગ થઇ જવા માટે ઘણું સમજાવ્યું પરંતુ બંને માંથી એક પણ યુવતી અલગ થાવ માટે તૈયાર નથી. તેમના પરિવારે પોલિસ ફરિયાદ પણ કરી છે પરંતુ બન્ને માંથી એક પણ માનવા તૈયાર નથી માટે પોલિસ પણ આ બાબતે કંઈ કરી શકતી નથી.

CRICKET.GSTV.IN

Related posts

મધદરિયે તરતી શાર્ક માછલીને ઉપાડી આકાશમાં ઉડી ગયું આ પક્ષી, વિડિયો જોશો તો ઉડી જશે હોશ

Mansi Patel

7 ફૂટ લાંબા અને 30 કિલો વજનના અજગરે એવું કર્યું કે આ ગામના લોકો ફફડી ગયા

Harshad Patel

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!