GSTV

Jab We Met / સગાઈ માટે છોકરો જોવા આવે તેના એક દિવસ પહેલા જ તરૃણી ગાયબ

તરૃણી

Last Updated on October 22, 2021 by Bansari

બારડોલી પંથકના કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા પતિ પત્નીએ દત્તક લીધેલી ૧૬ વર્ષની તરૃણીને લગ્ન માટે છોકરો જોવા આવવાનો હોય આગલા દિવસે જ તરૃણીને યુપી વાસી યુવાન પ્રેમસંબંધમાં લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. વાવ ગામે રહેતા પતિ-પત્નીના લગ્નજીવનમાં ૨૫ વર્ષ થવા છતાં સંતાન સુખ ન હોય પત્નીએ પોતાની ભાઈની છોકરી ત્રણ મહિનાની હતી ત્યારે દત્તક લીધેલી હતી. ૧૬ વર્ષની તરૃણીએ ધો.૯ સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દઈ ઘરે હતી.

તરૃણી

પ્રેમ સંબંધની જાણ થતા માતા પિતાએ તરૃણીના લગ્ન કરવાનું નક્કી કર્યુ

દરમિયાન તરૃણીને વાવ ગામે રહેતો સતીશ મુકેશભાઈ પાસી (મૂળ રહે. પુરેપહાલીકાપુરવા, તા. ફૈઝાબાદ, જી. અયોધ્યા, ઉત્તરપ્રદેશ) સાથે પ્રેમ સંબંધ થયો હતો. તરૃણીના પિતાને જાણ થતાં તરૃણીને પૂછતા હું તેની સાથે બોલું છું પણ મારે કોઈ પ્રેમ સંબંધ નથી તેમ કહ્યું હતું. સતીશને પણ તરૃણીના પિતાએ પોતાની પુત્રી સાથે બોલવાની ના કહી હતી. દરમિયાન તરૃણીના લગ્ન માટે માતા-પિતાએ સમાજમાં યુવાનની તપાસ કરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

તરૃણી

ખરીદી કરવા દુકાને ગયેલી તરૃણી પરત ઘરે ન આવતા શોધખોળ

તા.૧૦-૧૦-૨૦૨૧ના રોજ યુવાન તરૃણીને લગ્ન માટે જોવા આવવાનો હોય તા.૦૯-૧૦-૨૦૨૧ ના રોજ સાંજે ખરીદી કરવા દુકાને ગયેલી તરૃણી પરત ઘરે ન આવતા શોધખોળ શરૃ કરી હતી. તે સમયે સતીશ પાસી પણ પોતાના રૃમ પર ન હોય તરૃણીના માતા-પિતાએ સુરત તથા અન્ય જગ્યાએ શોધખોળ કર્યા બાદ તરૃણીના પિતાએ કામરેજ પોલીસમાં સતીશ પાસી વિરૃધ્ધ પોતાની પુત્રીને કાયદેસરના વાલીપણામાંથી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી જવાની ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઇલ નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

Engagement / શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ; ફોટો-વિડીયો આવ્યા સામે, લગ્નના પ્લાનનો પણ થયો ખુલાસો

Vishvesh Dave

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!