અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ પર ફતેપુરા રસ્તાપર અકસ્માત થવા પામ્યો. એક છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો. આ અકસ્માતમા એક યુવતીનું મરણ થવા સાથે ચાર વ્યકિત ઘાયલ થઇ. આ અકસ્માતમા છકડાના ફૂરચા નીકળી ગયા અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક થોડા સમય માટે બાધિત થયો હતો. ઘાયલોને 108ના માઘ્યમથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા.