GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ઉલટી ગંગા જનરલ કેટેગરીનું કટ ઓફ નીચું જયારે EWS માટે કટ ઓફ ઊંચું જાહેર થયું

પરીક્ષા

દેશના અનેક રાજ્યોમાં અનેક સમાજ દ્વારા અનામતને લઈને આંદોલન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે એ સમાજ સાથે અન્યાય ના થાય અને અનામતનો લાભ ખરેખર ગરીબ લોકોને મળી રહે તેના માટે કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામત જાહેર કરી હતી. પરંતુ રાજ્ય સરકાર જાણે કે ગરીબની મજાક કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. થોડા સમય અગાઉ રાજ્ય સરકારે પોલીસ ઇન્સ્પેકટરની ભરતી બહાર પાડી હતી. જેમાં સરકાર દ્વારા મેરીટ બહાર પાડ્યું. તેમાં આર્થિક રીતે નબળા વિધાર્થીને અન્યાય અને માલદાર લોકોના બાળકોને જાણે કે લાભ અપાવવા માગતી હોય એ મુજબનું મેરીટ બહાર પાડવામાં આવ્યું છે.

એક તરફ મહિલા શશક્તિકરણની વાતો કરવામાં આવે છે. બીજી તરફ આર્થિક રીતે પછાત મહિલા સાથે સરકારી નોકરી માટે જ અન્યાય કરવામાં આવતો હોવાનો ઘાટ ઘડાયો છે. પોલીસ ઇન્સ્પેકટરની ભરતી માટે જે કટ ઓફ બહાર પાડ્યું તેમાં જનરલ અને EWS કેટેગરી વચ્ચે ખુબ મોટો તફાવત જોવા મળે છે. જનરલ કેટેગરી માટે જે કટ ઓફ બહાર પાડવામાં આવ્યું તેમાં જનરલ કેટેગરી માટે ૯૩.૮૧ માર્ક જયારે આર્થિક રીતે પછાત મહિલાઓ માટે ૧૧૯.૭૨ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે. તો એ અગાઉ રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી બહાર પાડવામાં આવી તેમાં પણ આર્થિક રીતે પછાત મહિલા સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

પછાત મહિલાઓ માટે કટ ઓફ ૬૨.૯૭ રાખવામાં આવ્યું

જેમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે કટ ઓફ ૫૧.૮૯ જ્યારે આર્થિક રીતે પછાત મહિલાઓ માટે કટ ઓફ ૬૨.૯૭ રાખવામાં આવ્યું હતું. સીધી રીતે જો સમજીએ તો નોકરીમાં આર્થિક રીતે પછત વર્ગના લોકોને પણ નોકરીમાં અનામતનો લાભ મળે તેના માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા અનામત જાહેર કરી હતી. પરંતુ આ જે પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં ઉલટી ગંગા વહી છે.

રાજ્ય સરકારે પણ બૌ વાહવાહી લૂટી હતી

જનરલ કેટેગરીમાં ઓછુ કટ ઓફ જયારે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઊંચું કટ ઓફ જાહેર કર્યું છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે પાટીદાર સમાજ દ્વારા સરકાર સાથે અનેક વખત મંત્રણા કરી હતી અને બાદમાં જયારે કેન્દ્ર સરકારે આ અનામત જાહેર કર્યું. ત્યારે રાજ્ય સરકારે પણ બૌ વાહવાહી લૂટી હતી ત્યારે હવે ખરેખર આર્થિક રીતે પછત લોકોને નોકરીમાં અનામત નો લાભ આપવાનો છે ત્યારે તેને એ લાભ મળતો નથી જે સરકારે લાભ આપવો જોઈએ.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!