રાજસ્થાનમાં ગુર્જરોને અનામત આપવા માટે રાજ્યની ગેહલોત સરકારે મોટો નિર્ણય કર્યો

રાજસ્થાનમાં ગુર્જરોને અનામત આપવા માટે રાજ્યની ગેહલોત સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના રમત ગમત પ્રધાન અશોક ચાંદનાએ કેબિનેટ બેઠક બાદ એલાન કર્યુ કે ગુર્જરોને અનામત માટે રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવશે. સરકાર મુજબ પ્રસ્તાવ પાસ થયા બાદ ગુર્જરોની માગણી પૂરી થશે અને તેની સાથે જ તેમનું આંદોલન પણ પૂર્ણ થઇ જશે.

હાલમાં રાજસ્થાનમાં ગુર્જરો અનામતની માગણી સાથે પાંચ દિવસથી રેલવે ટ્રેક પર ધામા નાંખીને બેઠા છે. ત્યારે તેની સીધી અસર રેલવે વ્યવહારને થઇ રહી છે. વેસ્ટર્ન રેલવેની 26 ટ્રેનને મંગળવારે રદ્દ કરવાની ફરજ પડી. જ્યારે કે 12 ટ્રેનને ડ્રાઇવર્ટ કરવી પડી. જ્યારે બુધવારે 31 ટ્રેનને રદ્દ કરવાનું એલાન કરાયું છે. જ્યારે 10 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્રએ રેલવે ટ્રેક પર આંદોલન કરી રહેલા ગુર્જર સમુદાયના લોકોને કડકાઇ વર્તવાની ચેતવણી આપી છે. ગુર્જર આંદોલનના કારણે રેલવે ઉપરાંત માર્ગ વ્યવહારને પણ અસર થઇ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter