GSTV

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમના દરવાજા લીકેજ થતા મોટુ નુકસાન થવાની સંભાવના

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમના દરવાજા લીકેજ થયા હોવાથી પાણી વહી રહ્યું છે. આ લિકેજ રિપેર કરવામાં ન આવે તો મોટુ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાદર ડેમ વર્ષ ૨૦૧૫માં જોરદાર વરસાદ પડતાં એક જ દિવસમાં ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમમાં પુર સાથે પાણી આવતા ડેમના ત્રણેક દરવાજા અને પંદર જેટલા પાટિયાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.

જેથી ડેમ ભયજનક બની ગયો હતો. ઘણા વર્ષો બાદ માંડ માંડ ભરાયેલો ડેમ તળિયા ઝાટક થઈ જતા ડેમના દરવાજાઓનું મુંબઈની ટીમે નિરીક્ષણ કરી સમારકામ કર્યુ હતું. અને આ દરવાજા પેલા કરતા પણ ત્રણ ગણા વધુ મજબૂત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવો પણ ખોખલા સાબિત થયા છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!