GSTV
Home » News » ગુજરાતના આ શહેરમાં 141 વર્ષ પહેલા થઈ હતી ગણેશ ઉત્સવની શરૂઆત, આવો છે ઇતિહાસ

ગુજરાતના આ શહેરમાં 141 વર્ષ પહેલા થઈ હતી ગણેશ ઉત્સવની શરૂઆત, આવો છે ઇતિહાસ

સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં લાગ્યો છે. ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પ્રજાનો અનોખો મહોત્સવ. આ ઉત્સવને લોકમાન્ય તિલકના સ્વાતંત્ર સંગ્રામ સાથે જોડવામાં આવ્યો છે. પણ ગણેશ ઉત્સવની સાચી શરૂઆત પાટણ શહેરમાં આજથી 141 વર્ષ પહેલા એટલે કે 1878માં થઇ હતી. સાર્વજનિક ઉત્સવ તરીકે સરું થયેલ આ ઉત્સવની નોંધ આજે પણ સરકારી ગેજેટમાં ઉપલબદ્ધ છે.

સાથે સાથે એક સોવેનિયર બહાર પડ્યું તેમાં પણ આ ઉત્સવની નોંધ છે. આ ઉત્સવને 1978માં 100 વર્ષ થયા ત્યારે લેખ છપાયો હતો. તો 125 વર્ષ થતા ગણેશની પ્રતિમા સાથેનો ચાંદીનો સિક્કો બહાર પડ્યો ત્યારે પણ નોંધ લેવાઈ હતી. આજે જયારે ગણેશ ઉત્સવનો માહોલ છે ત્યારે 142માં ગણેશ ઉત્સવની ઉજવણી પાટણમાં શરૂ થઇ છે.

પાટણ સ્થિત ગજાનન મંડળી સંચાલિત ગણેશ વાડીમાં 10 દિવસ દુંદળા દેવ ગણેશની આરાધના પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ગણેશ ઉત્સવની વિશેષતા એ છે કે ગણેશની મૂર્તિ માટી માંથી બનાવેલ છે. ગણેશની મૂર્તિને પાલખીમાં વિધિ વિધાન સાથે બેસાડીને તેની શોભાયાત્રા નીકળી હતી અને ગજાણનવાડીમા સ્થાપના કરવામાં આવી.

ઐતિહાસિક નગરી પાટણમાં સદીઓ પહેલા મહારાષ્ટ્રીયન સમાજના 600 પરિવારો રહેતા હતા. સમયાંતરે પરિવારો સ્થળાન્તર કરતા ગયા અને આજે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ પરિવારો છે, પણ ગણેશ ઉત્સ ની પરંપરા જાળવી છે. આ મૂર્તિમાં જે માટી છે તે મહારાષ્ટ્રં ના પેઢ ગામની છે.

આ ઉત્સવની વિશેષતા એ છે કે ચૌદસના દિવસે મૂર્તિનું વિસર્જન થશે પરંતુ બ્રહ્મ મહુર્તમાં વહેલી સવારે કરાશે અને આ મૂર્તિ ઓગળયા બાદ તેની માટીને લઇ ને ફરી આવતા વર્ષે મૂર્તિ બનાવતી વખતે નંખાસે આ પરંપરા 141 વર્ષથી ચાલી આવે છે. આમ પાટણ નો આ ગણેશ ઉત્સવ અનોખો છે. અહીં 10 દિવસ સુધી વિવિધ કર્યક્રમો યોજાશે જેમાં ભજન, ગણેશ ચાલીશા, નાટક ,સંગીત સંધ્યા, મરાઠી લોક સંગીતની રમઝટ પણ જામશે.

READ ALSO

Related posts

ડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી

Mayur

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!