GSTV
ANDAR NI VAT Trending

કોંગ્રેસ ચલાવવા માટે ગાંધી પરિવાર આરએસએસનું મોડલ અપનાવશે

કોંગ્રેસ

25 વર્ષ બાદ કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 17 વર્ષ સુધી સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યાં છે. 3 વર્ષ સુધી રાહુલ ગાંધી પણ આ પદ સંભાળી ચૂક્યા છે. બાકીના સમયમાં સોનિયા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહ્યાં છે. ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ મૂકતો રહ્યો છે કે કોંગ્રેસમાં અધ્યક્ષનું પદ એક જ પરિવારના હાથમાં છે અને તેમના માટે જ અનામત છે. આ મુદ્દાને લઈને છેલ્લાં થોડા વર્ષોની ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત નુકસાન થયું છે. આથી ગાંધી પરિવારે કોંગ્રેસના નેતૃત્વની શૈલીમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ માટેની પ્રેરણા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી લીધી છે. હવે ગાંધી પરિવાર આરએસએસ મોડલ પ્રમાણે કોંગ્રેસ ચલાવશે.

કોંગ્રેસ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ વચ્ચેનો જે સંબંધ છે તે ગાંધી પરિવાર અને કોંગ્રેસ વચ્ચેનો રહેશે. કાયદેસર રીતે જોઈએ તો ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ સંબંધ નથી, પણ ઈનફોર્મલી જોઈએ તો બંને મજબૂત રીતે જોડાયેલા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિચારધારાનું સંવર્ધન અને સંરક્ષણ કરે છે જેના પર ભાજપ ચાલે છે. એટલું જ નહીં આરએસએસ વખતોવખત નવા નેતાઓ તૈયાર કરીને તેની ભેટ ભાજપને આપતો રહે છે. ગાંધી પરિવાર પણ હવે કોંગ્રેસનું ડાયરેક્ટ નેતૃત્વ કરવાને બદલે તેની વિચારધારાના સંરક્ષક અને સંવર્ધકની ભૂમિકામાં આવી જવા માગે છે. આવું તે કેટલા અંશે કરી શકશે અને તેમાં કેટલી સફળતા મળશે તે તો ભવિષ્યમાં જ જાણવા મળશે.

Read Also

Related posts

કમલનાથે ફોન કરીને રાજીનામુ આપવા કહ્યું તો પણ ગેહલોત ન માન્યા

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel
GSTV