GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ત્રણ વર્ષમાં જુના મીટરોને બદલે નવા મીટર નંખાશે, અગાઉથી ભરવા પડશે પૈસા

સંસદમાં આજે રજૂ કરેલા બજેટના ભાષણમાં નાણા મંત્રી સિતારમને કહ્યું હતું કે ભવિષ્યમાં વીજળી મેળવવા માટે અગાઉથી પૈસા ભરવા પડશે અને હાલના જે મીટરો છે તેને બદલીને નવા મીટરો નંખાશે. આખા દેશમાં પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે જે સ્માર્ટ મીટર હશે. આ મીટરની ખાસ વાત એ હશે કે ગ્રાહકને વીજળી પુરી પાડતી કંપની અને તેના દરની પસંદગી કરવાની તક મળશે.

આ યોજના લાગુ કરાતા દેશના તમામ શહેરોમાંથી જુના મીટરો દૂર કરી દેવાશે અને તેની જગ્યાએ પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે.’તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને અપીલ અને આગ્રહ કરૂં છું કે તમામ જુના મીટરો બદલી નાંખે. આગામી ત્રણ વર્ષમાં આખા દેશમાં નવા મીટરો લાગી જશે’એમ સિતારમને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે નવા મીટરમાં નવી સુવિધાએ હશે કે ગ્રાહક પોતાની પસંદગીની વિજળી પુરી પાડતી કંપનીને અને તેના ભાવને પસંદ કરી શકશે. આખા દેશમાં સૌને વીજળી પુરી પાડવા તરફનો આ પ્રથમ પગલું હશે. ડિસેકોમમાં પરિવર્તન માટે રૂ.22000 કરોડ પાવર અને અક્ષય ઊર્જા માટે સુચીત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રિ પેડ વીજળી માટે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી યોજના બનાવી રહી હતી. વર્ષ 2018માં પણ સરકારે આવી જાહેરાત કરી હતી, પરંતુ હવે સરકારે 2022 સુધીમાં તમામ મીટરોને બદલી નાંખવાની જાહેરાત કરી છે.પ્રિ પેડ મીટરમાં ગ્રાહકે પહેલાથી પૈસા ભરવા પડશે જે આજકાલ મોબાઇલ ફોન અને ટીવી ચેનલો લેવા માટે હોય છે.ગ્રાહકે પૈસા ભર્યા પછી જ તેને વિજળી મળશે, એવું સિતારમને કહ્યું હતું.

READ ALSO

Related posts

કોરોનાના ટેસ્ટ મામલે મોદી સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel

જૉર્ડ ફ્લૉઈડના મોત પર દિગ્ગજ માઈકલ જોર્ડનનું નિવેદન, કહ્યુ-હું ગુસ્સામાં છું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!