GSTV
Home » News » બાગાયતી ખેતીમાં થઈ નવી પહેલ, ઓછા ખર્ચે વાવો કરમદા અને કરો શાનદાર કમાણી

બાગાયતી ખેતીમાં થઈ નવી પહેલ, ઓછા ખર્ચે વાવો કરમદા અને કરો શાનદાર કમાણી

ચોમાસુ સારું રહેતાં જંગલ, વગડો અને ખેતીના પાકમાં કરમદા મોટા પ્રમાણમાં આવ્યા છે. જેને લીમડી વિસ્તારમાં સ્થાનિક ભાષામાં કશેળા કહે છે. હિંગોળગઢમાં પુષ્કળ પ્રમાણમાં તેનો ફાલ આવ્યો છે. ખાટા મીઠા અને મરચા સાથે ખાંડીને એની ચટણી બને છે. જેનો સ્વાદ પણ જોરદાર હોય છે. બહુજ ખાટા લાગે છે. મર્ચુ ,મીઠૂ નાખી ને ખવાય છે. ગંગેટા અથવા બાજેઠીયા પણ કહે છે. ફળ પાકે ત્યારે કેસરી થઈ જાય છે અને બહુ મીઠા હોય છે.
ખેતીઃ- કરમદાનું વાવેતર કરનાર ગુજરાતના પહેલાં ખેડૂત છે. ભાવનગરના ઉમરાળાના ગોલરામ ગામના ખેડૂત લાલજીભાઈ શામજીભાઈ લુખી પોતાના ખેતરમાં પાણી ખારું થઈ જતાં પૂરો પાક લઈ શકતાં ન હતા. તેથી ખારાશવાળા તથા ઓછા પાણીમાં થાય એવો પાક થાય એવો કરમદાની ખેતી માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી રોપાની ખરીદી કરીને વાવેતર શરૂ કરી દીધું હતું. કરમદા મોટા ભાગે ખેડૂતો ખેતરમાં ઉપાગડાં નથી કારણ કે તે સૌરાષ્ટ્રના જંગલોમાં અને પહાડી પ્રદેશમાં કુદરતી રીતે મોટા પ્રમાણમાં થાય છે.

18 બાય 18 ફૂટના ખાડા કરીને વાવેતર તેમણે કર્યું છે. દેશી ખાતર ભેળવીને બીજા જરૂરી ખાતર નાંખીને વાવેતર કરી દીધું હતું. છોડની વધારાની ડાળખીઓનું તેઓ સતત કટીંગ કરતાં રહે છે. ચોથા વર્ષથી તેમાં ફળ આવવા લાગ્યા હતા. જેટલાં ફૂલ બેસે એટલા ફળ થાય છે. પાકમાં ખાસ માવજત કે જાળવણી કરવી પડતી નથી. કરમદાના ફૂડ પ્રોસેસીંગ યુનિટમાં અથાણું , જામ, જેલી, ચેરી, સરબત, જ્યુસ જેવી વસ્તુઓ બનાવે છે જેથી તેના પણ સારા ભાવ મળી રહે છે. અત્યારે તેઓ 6400 કિલો કરમદા ઉત્પન્ન કરે છે. જેની કૂલ આવત રૂ.2.70 લાખ અને નફો રૂ.2.55 લાખ થાય છે. ખર્ચ માંડ રૂ.15,000 આવે છે. તે પણ એવી જમીન પર કે જ્યાં કોઈ પાક થતો ન હતો.

ફાયદાઃ- કરમદામાં વિટામીન એ, એસ્કાર્બીક એસીડ અને ઉર્જા ભરપૂર માત્રા માં હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ લાભકારક હોય છે. જો તમે નિયમિત કરમદા ના જ્યુસ નું સેવન કરશો તો તમને કબજીયાત અને એનીમિયા જેવી બીમારીઓ ક્યારેય નહિ થાય. આ સાથે પાચન સબંધિત કોઈ પણ બીમારી તમને નહિ થાય. કરમદાની ચટણી બનાવી ખાવાથી પેઢા ના દુ:ખાવામાં રાહત મળશે.
સિંહને પ્રિયઃ- ગામ અને શહેર કરતા, જંગલમાં વધુ ગરમી હોય છે. આવા વાતાવરણમાં ગરમીથી રાહત મેળવવા જંગલમાં કરમદાના વૃક્ષ નીચે સિંહ રહેવાનું પસંદ કરે છે. કરમદા, ઠંડક ફેલાવે છે. ત્યાં તડકાની અસર ઓછી થાય છે. સિંહ કરમડાના વૃક્ષની નીચે છાયામાં આખો દીવસ પડ્યો રહે છે.

Read Also

Related posts

ખેતી માટે આ વાયરસ છે સૌથી ખતરનાક, અબજો રૂપિયાનું દર વર્ષે કરે છે નુક્સાન

Bansari

કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી નવી ભેટ, મળશે અનેક પ્રકારના લાભ

Dharika Jansari

મોદી સરકાર ખેડૂતોને ડૂબાડશે, વધુ એક લીધો ખેડૂત વિરોધી નિર્ણય

Karan
Do NOT follow this link or you will be banned from the site!