GSTV

T20 World Cup / પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતના આ ચાર ખેલાડી પરત ફર્યા વતન, આ કારણસર BCCIએ બોલાવ્યા પાછા

Last Updated on October 23, 2021 by Zainul Ansari

આવતીકાલે ટી-20 વર્લ્ડકપ નો સૌથી મહત્વપૂર્ણ મેચ થવા જઈ રહ્યો છે જેની દર્શકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. યુએઈ અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરના રોજ ટી-20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે ત્યારે આવતીકાલે બે દિગ્ગજ ટીમો ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. આ મેચ માટે હાલ ભારત અને પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે તૈયાર છે અને આ વખતે તો ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડાશે પરંતુ, હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, ભારતીય ટીમના ચાર ખેલાડીઓ યુએઈથી ભારત પરત ફર્યા છે.

ભારત પાછા આવ્યા છે આ ખેલાડીઓ :

હાલ ભારતીય ટીમના ચાર નેટ બોલર્સને ભારત પાછા મોકલી દેવામા આવ્યા છે. આ ચાર ભારતીય બોલરોમા સ્પિનર કરણ શર્મા, શાહબાઝ અહેમદ, કે ગૌતમ અને વેંકટેશ અય્યરના નામનો સમાવેશ થાય છે. બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ” ટુર્નામેન્ટ શરુ થશે તે પછી નેટ સત્રનું કોઈપણ આયોજન થશે નહિ. રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરતા અધિકારીઓને એવુ લાગ્યુ કે, આ બોલર્સ જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમશે તો તેમને બોલિંગનો સારો એવો અનુભવ મળશે. આ સિવાય જે ચાર બોલર્સને રોકવામા આવ્યા છે તેમા આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલા પણ શામેલ છે.

ધોનીએ કર્યો થ્રોડાઉન :

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપ મેચમા ઉતરતા પહેલા વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો કે, જેમાં મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન નિષ્ણાતની ભૂમિકા ભજવી હતી જોકે હાર્દિક પંડ્યાએ આ સેશનમા બોલિંગ કરી નહોતી. હવે પ્લેઈંગ-11માં પસંદગી માટે હાર્દિક પંડ્યાની બોલિંગ દુવિધાનો વિષય બની છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તે બેટિંગમાં પણ તે કોઈ સારું પ્રદર્શન દેખાડી શક્યો નહોતો. ધોની શુક્રવારના રોજ થ્રોડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાન સાથે થશે આવતીકાલે ટક્કર :

ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપમા પહેલો મેચ પોતાની દુશ્મન ટીમ પાકિસ્તાનની સામે રમશે. આજ સુધી ભારતીય ટીમ વર્લ્ડકપમા ક્યારેય પણ પાકિસ્તાન સામે હારી નથી ત્યારે આવતીકાલે પણ આ જ બઢત કાયમ રહેશે તેવી આશા રાખીએ છીએ.

Read Also

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!