કરોડોના ખર્ચે બનેલો આ ફ્લાઈ ઓવરમાં તીરાડો દેખાવાની શરૂઆત

વડોદરામાં ફલાય ઓવરમાં તીરાડ પડી છે. શહેરના મુખ્ય કહી શકાય એવા ફતેગંજ ફ્લાય ઓવરબ્રિજ પર તીરાડ દેખાઇ છે. તિરાડ દેખાતા તંત્રની મોટી નિષ્કાળજી સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફ્લાય ઓવરના બાંધકામમાં પોલંપોલ ચાલુ રહ્યું છે. અગાઉ પણ નવનિર્મિત શાસ્ત્રીબ્રીજ પર ભુવો પડ્યો હતો. કોન્ટ્રાકટરની નબળી કામગીરી છતી થઇ હતી. હજારો લોકો દરરોજ આ બ્રીજ પરથી અવરજવર કરે છે..જેથી લોકો મોટી દુર્ઘટના થવાની ભીતી સેવી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter