GSTV
Home » News » “શ્યામ રંગીલા”ની પૂર્વ પત્નીએ કર્યા નવા ખુલાસા, છોકરીઓની કરતો હેરાફેરી

“શ્યામ રંગીલા”ની પૂર્વ પત્નીએ કર્યા નવા ખુલાસા, છોકરીઓની કરતો હેરાફેરી

રાજકોટમાં વિવાદમાં આવેલા ડોક્ટર શ્યામની ડિગ્રી નકલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડોક્ટર શ્યામની તમામ ડિગ્રી કબજે કરી છે. શ્યામ પાસે જે ડિગ્રી છે તેના માટે આઠ વર્ષનો અભ્યાસ કરવો પડે. શ્યામ રાજાણીની ઉમર અને ડિગ્રીનો કોઈ મેળ નથી. જેથી પોલીસે શ્યામ રાજાણીની ડીગ્રી અંગે તપાસ હાથ ધરી છે. શ્યામ રાજાણીએ ડાંગર કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. પોલીસ ડાંગર કોલેજના સંચાલકોની પૂછપરછ કરશે.

તો બીજી તરફ આ શ્યામની પૂર્વ પત્નીના ત્રણ જેટલા audio clip સામે આવ્યા છે. જેમાં એકમાં તે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા કહે છે કે મારા પૂર્વ પત્ની પાસે ડોક્ટરની નકલી ડિગ્રી છે. અને તે ચારિત્ર્યનો પણ ખરાબ માણસ છે. તો બીજી એક audio clipમાં એવુ પણ કહેતા સામે આવે છે કે તેની હોસ્પિટલમાંથી છોકરીઓની સપ્લાઈ થતી હતી. જેમાં આરોગ્ય વિભાગના એક અધિકારીનું પણ નામ સામે આવ્યું હતી. આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડનું નામ સામે આવતા તેમણે આરોપને ફગાવ્યા હતા. અને શ્યામની પૂર્વ પત્ની વિરુદ્ધ દંડાત્મક પગલા ભરવાની પણ વાત કરી છે.

Related posts

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

નવા ટ્રાફિક નિયમનો લખતરમાં વિરોધ, બંધનું કરાયું એલાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!