GSTV
Home » News » પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની એનડીપીએસ કેસ મુદ્દે ધરપકડ કરાયા બાદ આજે તેને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમ વધુ તપાસ માટે કોર્ટ સમક્ષ સંજીવ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે. આ કેસમાં સંજીવ ભટ્ટ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના 7 જેટલા પોલીસકર્મીની પણ અટકાયત કરવામાં આવી છે.

વર્ષ 1996માં  રાજસ્થાનના જોધપુરના વકીલ સુમેરમલ રાજપુરોહિતને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવા બદલ વકીલે જોધપુર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેને લઈને બાવીસ વર્ષ બાદ સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટ અને પીએસઆઇ વ્યાસની ધરપકડ કરી છે.

જોકે સંજીવ ભટ્ટની ધરપકડને કોંગ્રેસે રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવી હતી. કોંગ્રેસના અગ્રણીઓનું કહેવું છે કે રાજ્યની ભાજપ સરકાર પોતાની વિરૂદ્ધ જે પણ અવાજ ઉઠાવે તેનો અવાજ દબાવવાના પ્રયાસ કરે છે. આથી જ તેમણે સંજીવ ભટ્ટ સામેનો વર્ષો પહેલાનો કેસ ઉખેડી તેને ફસાવવાનું ષડયંત્ર રચ્યું છે.

 

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!