GSTV
Home » News » ગીરમાં પહેલીવાર એકસાથે 75 સિંહોને વીડિયો કોલર ફીટ કરવાની કામગીરી વન વિભાગે હાથ ધરી

ગીરમાં પહેલીવાર એકસાથે 75 સિંહોને વીડિયો કોલર ફીટ કરવાની કામગીરી વન વિભાગે હાથ ધરી

ગીર જંગલમાં સૌપ્રથમવાર એકી સાથે 75  સિંહોને વિડીયો કોલર ફીટ કરવાની કામગીરી વન વિભાગે હાથ ધરી છે. આખરે શા માટે સાવજોને રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા અને શું છે રેડિયો કોલર સીસ્ટમ ચાલો જાણીએ.

bhavnagar lion care

ગીર જંગલમાંથી સાવજો વારંવાર રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા હોય છે અને માનવ કનડગતનો ભોગ બનતા હોય છે. આથી હવે રેવન્યુ વિસ્તારમાં આંટા ફેરા મારતા સિંહો પર નજર રાખવા વન વિભાગ દ્વારા ખાસ જર્મનીથી મંગાવાયેલ રેડિયો કોલર ફીટ કરાઇ રહ્યાં છે. રેવન્યુ વિસ્તારમાં બેથી લઇને બાવીસ સિંહોનું ગૃપ વસવાટ કરતું હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા એક ગ્રુપના સૌથી તંદુરસ્ત સિંહને ગળાના ભાગે રેડિયો કોલર ફીટ કરવામાં આવશે કે જેથી સિંહના આખા ગ્રુપ પર ચાંપતી નજર રાખી શકાય.

સિંહને ફિટ કરવામાં આવતા એક રેડિયો કોલરની કિંમત 6.78 લાખ રૂપિયા થાય છે અને તેનું વજન ૧૨૫૦ ગ્રામ હોય છે. હાલમાં ચાર જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને રેડિયો કોલર ફીટ કરવાની કામગીરી ચાલુ છે. જેમાં તાલાળા, સાસણ, મેંદરડા, માળીયા, વિસાવદર, ધારી, રાજુલા, ખાંભા, અમરેલી, જાફરાબાદ અને જેસરનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 25 થી વધુ સિંહોને રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા છે. સાસણમાં તાજેતરમાં મુખ્યપ્રધાને ઉદ્ઘાટન કરેલ મોનીટરીંગ સેન્ટરમાંથી રેડિયો કોલર ફીટ કરેલા સિંહો તથા તેના ગ્રુપનુ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગનું માનવું છે કે રેડિયો કોલરના કારણે માનવ વસાહત તરફ જતા સિંહોને રોકી શકાશે.

READ ALSO

Related posts

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah

કોંગ્રેસમાં રાજ્યસભામાં વધી કોંગ્રેસની સીટ, રાજસ્થાનથી મનમોહન સીંહ બન્યા સદસ્ય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!