GSTV
Home » News » ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ બનતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ બનતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં અપરએર સાયક્લોનિક સિસ્ટમ રચાતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસસે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા પંથકના ખેડૂતે ચિંતાતુર હદયે વાવેતર કર્યું છે.

મહેસાણા જિલ્લામાં આશાવાદી ખેડૂતોએ મહામહેનતે વાવેતર કરી દીધુ છે. વાવેતર બાદ આકાશે મીટ માંડીને બેસેલા આ ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઇ શકાય છે. આગામી સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોની હાલત કફોડી બની જશે. ઉપરવાસમાં નહીવત વરસાદ નોંધાતા સિંચાઇની જીવાદોરી ગણાતા દાંતીવાડા, સીપુ, મુક્તેશ્વર અને ધરોઈ ડેમની સ્થિતિ કફોડી છે. ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.

એક બાજુ સિંચાઇના પાણીની અછત છે જ્યારે બીજી બાજુ ખેડૂતોને ઘાસચારાનુ વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી સમયમાં વરસાદ નહી વરસે જળાશયોના સ્ત્રોત સમાપ્ત થઇ જશે. તળ ઉંડા જતા પાણીની સમસ્યા વિકટ બનશે. ત્યારે સરકાર ખેડૂતોની મદદે આવશે કે કેમ તે જોવાનુ રહેશે.

READ ALSO

Related posts

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

ટીએમસી બાદ કોંગ્રેસનાં નેતાઓને સોનભદ્ર જતા અટકાવાયા, રાજીવ શુક્લાએ છોડ્યા વાકબાણ

Riyaz Parmar

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!