GSTV
Home » News » પાંચ વર્ષની બાળકીને ભૂંડ ઉઠાવી ગયું, લોકોએ મોઢામાંથી બાળકીને બચાવી

પાંચ વર્ષની બાળકીને ભૂંડ ઉઠાવી ગયું, લોકોએ મોઢામાંથી બાળકીને બચાવી

બોડેલીના અમન પાર્કમાં પાંચ વર્ષની બાળકીને ભૂંડ ઉઠાવી જતા ચકચાર મચી છે. નાની બાળકીને ભૂંડ ઉઠાવી જતાં નજીકમાં રહેતા લોકોએ ભૂંડના મોમાંથી બાળકીને બચાવી હતી. બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ હતી. બોડેલીના વિસ્તારોમાં  જ્યા જુઓ ત્યા ભૂંડોના ઝૂંડ જોવા મળે છે અને  આડેધડ રસ્તા પર દોડતા વારંવાર અકસ્માતો સર્જાય છે.

તો કેટલાક વિસ્તારોમાં ભુંડો નાના ભૂલકાઓને બચકા ભરવાના બનાવો બનવાની ઘટના સામે આવી છે. બીજી તરફ  મહા મહેનતે તૈયાર કરેલો પોતાનો પાક ભુડોંથી બચાવવા ખેડૂતો ખેતરમા તારની વાડ કરી  કરંટ મુકી પાક બચાવવાનો પ્રયત્ન કરે છે.

જેના કારણે કેટલીક વાર  ખેતરમાં કામ કરતા મજૂરોને કરંટ લાગવાના બનાવો પણ બનવાની ઘટનાઓ સામે આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ગામ લોકો તેમજ ખેડૂતોને ભૂંડોના ત્રાસથી છુટકારો મળે તેવી માંગ ઉઠી છે.

Read Also

Related posts

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

ભાવનગરના તરસરા ગામે જૂથ અથડામણ, પાંચ ઘાયલ, એકની હાલત ગંભીર

Nilesh Jethva

રાજ્યના વિસ્તારમાં 10થી 12 વર્ષના બાળકોને છે ગાંજાનું વ્યસન, મહિલાઓ બની રણચંડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!