પાકિસ્તાનની જેલમાં ઊનાના કાજરડી ગામના માછીમારનું મોત

પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. પાકિસ્તાનની જેલમાં ઊનાના કાજરડી ગામનો માછીમાર બીમારીના કારણે મોતને  ભેટ્યો છે. જોકે, આ મામલે પાકિસ્તાન અને ભારત સરકારે કોઈપણ પ્રકારની પુષ્ટી કરી નથી. જેલમાં સાથી કેદીએ પત્ર લખીને માછીમારના મોત અંગે જાણકારી આપી છે. પત્રમાં જણાવવામાં આવ્યુ હતું કે, પેટમાં દુખાવો થવાથી માછીમારને હોસ્પિટલ ખસેડવવામાં આવ્યો હતો. જ્યાં માછીમાર યુવકનું મોત થયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter